________________
વિનતી-સંગ્રહ
૩ર૯ કર્યો છે, વળી મેહરૂપી મહાસુભટનું સહેલાઈથી દમન કર્યું છે એવા પ્રથમ જિનેશ્વર શ્રી ઋષભદેવપ્રભુને હું નમસ્કાર કરું છું,
બીજા શ્રી અજિતનાથ જિનેશ્વરદેવ કે જેઓ પિતાના જીવનમાંથી મદને નાશ કરીને કેવલજ્ઞાન પામ્યા હતા તેમની સેવામાં હું મારા ચિત્તને પરાવું છું.
જગતમાં જેમને મહિમા મટે છે એવા ત્રીજા શ્રી સંભવનાથ ભગવાનને અમે નમસ્કાર કરીને સુખી થઈએ છીએ અને માનવભવને મનહર બનાવીએ છીએ. વળી તેમની કૃપાથી વૈર, મહાભય અને વ્યાધિને નાશ થાય છે.
ચેથા જિનેશ્વર શ્રી અભિનંદન જિનરાજને સેવતાં ભવરૂપી સુભટ ભાગી જાય છે. શ્રી અભિનંદન સ્વામીએ મોક્ષમાર્ગને પ્રકાશ્ય છે અને કર્મ તણા સમૂહને નાશ કર્યો છે.
પાંચમા જિનેશ્વર શ્રી સુમતિનાથ પ્રભુને નિહાળીને એમનાં ચરણોમાં નમસ્કાર કરીને ભવસંકટને ટાળીએ છીએ. જેઓનાં ઘણાં નિકાચિત અશુભ કર્મો છે તેઓને પ્રભુનાં ચરણની સેવા કરવા મળતી નથી.
હાથ તણા હથિયારને છેડીને જેમણે કર્મોને સંહાર કર્યો છે એવા છઠ્ઠા જિનેશ્વર શ્રી પદ્મપ્રભુ કે જેઓ મૂળથી કર્મને સંહાર કરવામાં નિપુણ છે તેમનાં દર્શન કરીએ.
જેમણે ભવરૂપી કારાવાસને ત્યાગ કર્યો છે, વળી જેમણે હાથમાં કેવલલામી મેળવીને શિવનગરીમાં વાસ કર્યો છે એવા સાતમા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીએ.
જેમ સૂર્ય અંધકારને નાશ કરે છે તેમ આઠમા જિનેશ્વરશ્રી ચંદ્રપ્રભુસ્વામીએ આઠ મદને નાશ કર્યો છે. વળી જેમનુ ભાલ -ચંદ્રમા સમાન છે એવા શ્રી ચંદ્રપ્રભુ જિનને ભવભવ સુધી પ્રણામ કરીશ,