________________
વિનતી-સંગ્રહ
૩૩૧. પ્રગટ કર્યો છે એવા સત્તરમા શ્રી કુંથુ જિન છે.
રાજય સંબંધી ઉપભોગોને છોડીને જેમણે સંયમયોગને આદર્યો છે, વળી ચોત્રીસ અતિશયથી જેઓ યુક્ત છે એવા અઢારમા શ્રી અર જિન અઢળકના દાતાર છે.
જેમનું ચિત્ત બાલ્યકાળથી જ પરમાર્થવૃત્તિમાં લાગેલું હોવાને લીધે જગતમાં વિખ્યાત થયા હતા તથા જેમના બીજા અગણિત ગુણ હતા એવા શ્રી મલિનાથ પ્રભુને મનમાં આનંદ લાવી હું નમસ્કાર કરું છું..
જેનું અત્યંત ચંચલ મન ભવની અંદર ભટકતું હતું એવા ઘડાને પ્રતિબોધીને જેમણે જિનમતમાં સ્થાપિત કર્યો એવા વીસમાં જિનવર શ્રી મુનિસુવ્રત પ્રભુને પૂછએ.
ગુણના ભંડાર એવા એકવીસમા શ્રી નેમિનાથ પ્રભુને જે એકવાર ભાવથી નમે છે તે ભવરૂપી પિંજરાને ભાંગે છે અને તે સાહસિક ધીર પુરુષ શિવસુખને મેળવે છે.
નવ નવ ભના નેહથી બદ્ધ એવી રાજિમતી કુમારીને જેમણે પશુઓના વધના કારણે ત્યાગ કર્યો અને ભવસાગરને કુશળતાથી પાર કર્યો એવા બાવીસમા જિનરાજ શ્રી નેમિનાથ પ્રભુ છે.
જે દિવસે દાનવ રાજા દેખાય છે ત્યારે કઈ દવે પણ તેમને અટકાવી શકતા નથી, પરંતુ ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર તે દિવસે તેમને ભુવનમાં વાસ રખાવે છે.
કળાવાન અને બળવાન સિદ્ધાર્થ રાજાના કુળરૂપી નભસ્થળમાં નિર્મળ સૂર્યરૂપી ચાવીસમા જિનેશ્વર શ્રી મહાવીર પ્રભુ! અમારા બન્ને ભવ(આલોક અને પરલોક)ને સુધારે.
જે ભવ્ય સાવધાન થઈને ચાવીસ જિનવરની ચોપાઈ ભણશે, ભણાવશે અને તેનું નિર્મળ થાન ધરશે તેમના ઘરે નવ નિધાન વિલસશે.