________________
૦
મહાકવિ શ્રી જયશેખરસુરિ- ભાગ ૨ સ્થિર સિદ્ધિને આપનારા એવા આપ સ્થંભન તીર્થ(ખંભાત)માં બિરાજે છે. હે જોગીશ્વર ! જાહેરમાં બિરાજેલા એવા આપની હું સ્તુતિ કરું છું. ઈ- વડે પ્રતિષ્ઠિત અજાહરા, શ્રીપુર અને અંતરિક્ષમાં બિરાજેલા આપ અમારી રક્ષા કરે.
શ્રીપર્વત ઉ૫૨ શ્રી કલિડ પાર્શ્વનાથ પ્રભુને વંદન કરું છું. અને વિજેતમાં રહેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુને પણ હું ચિરકાળ વંદન કરું છું. પવિત્ર એવી વારાણસી નગરીમાં, મથુરામાં, અહિછત્રામાં તથા કરહેટક ગામમાં રહેલા પાર્શ્વનાથ પ્રભુને હું નમું છું.
સમી, ફલોષિ, હસ્તિનાપુર, ત્રિમાણુક, પાલિતાણા,બાવતી, તેજલપુર, મંગલપુર વગેરે તીર્થોમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રભાવ અનેરો છે.
નાગઢ ગામમાં, ઉજજૈનીમાં, લીબડીમાં, તથા ઉપલેટામાં, પાર્શ્વનાથ સ્વામી જિનચૈત્યમાં બિરાજે છે. હે શ્યામળા પાર્શ્વનાથ પ્રભુ ! ત્યાં વિચરનારાઓનુ તમે રક્ષણ કરે છે.
સિંધુદેશ, વલ્લભીપુર, પંચાસરા, વાગિ, આસણ, લેહડાઈ, ગંગાવતી, બાલવણ આદિ ગામમાં આપના મેં દર્શન કર્યા છે. હે જગતનાથ! જગતમાં જેટલે પ્રભાવ છે તેટલે પ્રભાવ તમારા એકમાં જ છે. આપ હાજરાહજૂર છે. જેથી લોકો આપની પાસેથી સમૃદ્ધિની યાચના કરે છે.
પૃથ્વીતલ પર ભલે બધા પ્રભુને જોયા છતાં પણ જીરાવાલાને છોડીને બીજે ક્યાંય પણ મીઠાશ નથી. પીડિતાની પીડાને હરનારા જ્યાં આપ પાર્શ્વજિન છે ત્યાં લેકે સિદ્વિગામી બને છે.
ત્યાંસુધી જ દુખ, દૌર્ભાગ્ય, ઉરિદ્રતા, રેગ, શેક, સંતાપ, જરા, વિયેગ, વિપત્તિ, પીડા આવે છે અને લોકોમાં પાપરાશિ રહે છે કે જ્યાં સુધી જીરાવલા પાર્શ્વપ્રભુનાં દર્શન કર્યા નથી.
ભમી ભમીને મારી ભવભ્રમણા હજુ ભાંગી નથી, જેથી હવે આપની પાસે આવીને પગે લાગું છું. દયા કરીને હે પ્રભુ! આપ