________________
૩૧૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ ચૌદ વર્ષ સુધી નિરંતર તપ તપે છે અને કેવળજ્ઞાન મેળવે છે. શ્રી જિનેશ્વર પ્રભુ દેશના આપે છે. નર, સુર, અસુર ઉપરાંત ઘડા, હાથી, ઊંટ, હરણે વગેરે પણ તેઓની દેશના સાંભળે છે.
તે અવસરે જે પ્રભુની પાસે હું હેત તે મેં સઘળા પાપપકને જોઈ નાખ્યા હતા, અને આ સંસારમાં ન ભમત. આ પશ્ચાત્તાપને તે મનમાં જ વહન કરું છું. કર જોડીને વિનયપૂર્વક કહું છું કે હે પ્રભુ! મારી આ વિનતીને સ્વીકાર કરે.
હે દયાળુ પ્રભુ! આપના વિના આ કાર્ય બીજા કેઈ કરી શકતા નથી. મારા ચાર ગતિના ફેશને હવે નિવારે કે જેથી હું ભવવાસને ભાણું. હે સ્વામી! આપ પીડિતાની પીડાને હરનારા છે. પુણ્યશથી અમને પ્રાપ્ત થયેલા છે પરમેશ્વર ! અમારી આશાને પૂર્ણ કરે. - સાઠ લાખ પૂર્વ વર્ષનું એમનું આયુષ્ય હતું. દીપક સમાન એમની સુવર્ણમય કાતિ ઝળહળે છે. એમનું લંછન વિશાળ ડે છે. એમના યક્ષ ત્રિમુખ અને યક્ષિણી દુરિતારિ છે. જિનશાસનની સારસંભાળ કરે. અને સંસારી નું આનંદમંગળ કરે”
શ્રી સંભવનાથ ભગવાન વિશેની આ લઘુ રચનામાં કવિએ એમના જીવનની માહિતી-પૂવને દેવને ભવ, માતાપિતા, આયુષ્ય, કુમારાવસ્થા, રાજ્યકાળ, દીક્ષા, સાધનાકાળ, એમનાં યક્ષ-યક્ષિણી, લાંછન ઇત્યાદિ વિશેની માહિતી સંક્ષેપમાં વણી લીધી છે અને પિતાને ઉદ્ધાર કરવા માટે પ્રાર્થના કરી છે.
(૩૩) શ્રી રાઉલા વિનતી જહારિ જીરાઉલિ પાર્શ્વનાથ, તઈ દેવ સંપીસર ચ૭ઈ સનાથ, સેરીસકેતૂ મહિમા અપાર, ચારુપ તું રૂપ લહું ન પાર. ૧ તીં થાભલુઈ થાવર સિદ્ધિ કાણું, જાલઉરિગીસર તઈ વખાણુe; અજાહરે શ્રીપુરિ અંતરિક્ષ, મહેદ્રની સા વય દેવ રક્ષ. ૨.