________________
૩રર
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ નમનિ ચંદનિ નંદનિ રઈ કરઈ, મન મનહર સૌખ્ય ન સંભાઈ, ઈમ કિમઈ મુઝત મનુ મહી, જિમતુઝઈજિકન્હઇસવિ દીરહિa. વિષય વઈરી નઉ મહ મિલગલી, જિસઉ આવઈ પાસિ નમ્ વલી, મયણમલ તણુઉ મુઝ ભ૯ કિસિહ, નિતુ જિનેસરને પગિહુ વસિ. ૧૦ દેવી સિવાનંદણ નેમિનાથ, રાજીમતી વલલભ વિશ્વનાથ માંગ નહીં ગ્રાસુ ન સિદ્ધિવાસ, સું દેવ દેજે નિય પાય વાસુ. ૧૧ ઈતિ શ્રી યશેખરસૂરિકૃતા શ્રી નેમિનાથ વિનતી.
વિવરણ ગિરનાર પર્વત ઉપર બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા હતા. એથી એ તીર્થ ઉપર નેમિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય છે. એ તીર્થની યાત્રાના પ્રસંગે કવિશ્રી નેમિનાથ પ્રભુને વિનંતી કરતાં કહે છે :
કેમે કરીને મારા હૈયામાં હર્ષ સમાતો નથી. મારું મનડું શ્રી ગિરનાર પર્વત ઉપર રમી રહ્યું ને ચાર ગતિમાં ફરી ન લખું તે માટે મારી નયને શ્રી નેમિનાથ પ્રભુને નમસ્કાર કરવા તલસી રહ્યાં છે.
હે સ્વામી ! આપ સ્વભાવથી જ શ્યામલ, સુભગ અને સુંદર છે. તેથી જાણે આ૫ના સૌંદર્યથી આકર્ષાઈને કામદેવ આપના કુળમાં આવ્યું. સુમતિ અને નિર્મલ એવા હે પ્રભુ! આપના મને દર્શન થયાં. મારાં પાપને દૂર કરનારા આપના જેવા બીજા કેઈ નથી.
ભવ્યજીવ ગજેન્દ્રમદ નામના કુંડમાં સ્નાન કરીને, સુવર્ણમય ઝારી ભરીને નેમિનિને સ્નાન કરાવીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શિવવધુ પાસે વસે છે.
ઘસેલું સુખડ, કંકુમ, કેવડે, બકુલ, ચંપક વેઉલ, માલતી આદિની સુંદર માટી પુષ્પમાળા બનાવીને પ્રભુની પૂજા કરીને મનમાં આનંદ થયો.