________________
વિનતીસગ્રહ
એ અવરત્તઓ હિવ મનિ વહિયઈ, કર જોડી ત€ આગલિ કહિયઈ, પ્રભુ વીનવી અવધારે. ૫ વારિ દયાલૂ ચઉગતિ ફેરા, તું વિણ આહિન કુણ હઈ અનેરા, હ€ ભાગઉ ભવવાસુ પડવાં પ્રતિ પહર સામી, પુય વસઈ પરમેસર પામી, પૂરિ અહારી આસા. ૬ સાઠિ લક્ષ પૂરવ જેહ છવાય, કણયકતિ ઝલકઈ જિમ દીવીય, લંછણિ તુરગિ વિસાલ; ત્રિમુખ દેવ દેવી દુરિતારી, શાસણિ સાર કરઈજ સંસારી, કરઈ મંગલમાલ. ૭ ઇતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી સંભવનાથ વિનતી.
| વિવરણ ત્રીજ તીર્થકર શ્રી સંભવનાથ વિશેની આ વિનતીમાં કવિ કહે છે. અમારી બુદ્ધિને હૃદયમાં ધારણ કરી પ્રત્યેક દિવસે ઊગતા સુયે ત્રીજા તીર્થંકર પ્રભુનું સમરણ કરીએ. જે સંભવનાથ જિનેશ્વરને પૂજે છે તેને મનવાંછિત સંપત્તિ પ્રાપ્ત થાય છે અને તેને સંકટ પણ દૂર નાસી જાય છે.
સાતમા વિયકનાં ઉત્તમ વિમાનમાં ઓગણત્રીસ પ્રમાણ સાગરેપમનું આયુષ્ય પૂર્ણ કરી પવિત્ર એવી શ્રાવસ્તી નગરમાં અવતરીને રાજા જિતશત્રુ અને સેના રાણીના પુત્ર તરીકે શ્રી સંભવનાથ પ્રભુએ તેમના વંશને અલંકૃત કર્યો.
સંભવનાથ દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. અનુક્રમે પંદર લાખ પૂર્વ અમારપણામાં વિવિધ ક્રીડાઓ કરતાં કરતાં પસાર કર્યા. ચુમ્માલીસ લાખ પૂર્વ વર્ષ સુધી પ્રભુએ રાજ્યનું પાલન કર્યું. સૌદર્યથી જાણે કામદેવ ન હોય એવા પ્રભુ બાહુબળથી શત્રુઓને નાશ કરે છે.
ત્યારપછી સત્તાને ત્યાગ કરીને તેઓ આંતરશત્રુને હણે છે.