________________
વિનતી સંગ્રહ
૩૧૫ કેવી રીતે કરી શકું? તેથી હે સ્વામી ! મેં આપની સેવા કરવાની ભાવના કરી છે.
હે મિત્ર! પવિત્ર શેત્રુંજી નદીને પાર પામીને, ઉજજવલ ધ્યાન ધરીને, સદાચારને સાચવું છું. જે ભવ્ય શુભ ભાવનાથી પ્રભુનાં ચરણેને જુએ છે તેઓ દુખની પતિને જોતા નથી.
હે પ્રભુ! આપની અત્યંત કૃપા લેકમાં દેખાય છે. અહીં હું અત્યંત દુખી છું તેથી રાત્રી જ દેખાય છે. પ્રકાશ દેખાતું નથી. હે પ્રભુ! આપ મારા ચિત્તમાં વસવા કૃપા કરે. હું આપના ચરણની સેવા ઈચ્છું છું. હે દેવ! મારા પ્રત્યે કેમ ઉદાસીન થઈ ગયા છે ?
પ્રાણે જાય છતાં આ જીવ મહામોહમાં ડૂબે છે. ભવભવ જે અનેક વેદનાઓ મેં સહન કરી છે તે બધીનુ વર્ણન કરતાં ઘણી વાર લાગે એમ છે. હે પ્રભુ! હવે જીવ માત્ર મોક્ષની માંગણી કરે છે.
આ ઘર સંસારમાં હે દેવાધિદેવા આપના સિવાય અન્ય કેઈ અણગમતાં દુખમાંથી બચાવી શકે એમ નથી એમ જાણ્યા પછી જીવ આપની આજ્ઞાને માને છે.
ઘણા કાળ પછી પુણ્યની વેળાને હું પામ્યું છું. હે દેવ! પૂર્વભામાં મેં આપની સેવા કરી નથી. હે પ્રભુ! મને આપના હૃદયમાં સ્થાન આપી એવું શીખવે કે જેથી પછી પ્રશંસાને પાત્ર થાઉં એવું હું આપની પાસેથી પામી શકું.
ઘડી ઘડી આવું પુણ્ય પ્રાપ્ત થતું નથી. આપની રમ્ય કલાઓને કલાવંત જ જાણી શકે છે. પાપારંભ અને દંભને છોડીને હવે શ્રી યુગદીશની સેવાને મેં આરંભ કર્યો છે.
અન્ય વસ્તુઓમાં હવે ચિત્ત ન પરવતાં, હમેશાં નાથના ચરણેની પાસે વસીએ. શ્રી જગન્નાથ મારા ઉપર કૃપા કરે કે જેથી સવાર થતાં જ આપની રૂડી પ્રતિમાની ઉ૯લાસથી હું પૂજા કરું.”