SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ વિનતીસગ્રહ એ અવરત્તઓ હિવ મનિ વહિયઈ, કર જોડી ત€ આગલિ કહિયઈ, પ્રભુ વીનવી અવધારે. ૫ વારિ દયાલૂ ચઉગતિ ફેરા, તું વિણ આહિન કુણ હઈ અનેરા, હ€ ભાગઉ ભવવાસુ પડવાં પ્રતિ પહર સામી, પુય વસઈ પરમેસર પામી, પૂરિ અહારી આસા. ૬ સાઠિ લક્ષ પૂરવ જેહ છવાય, કણયકતિ ઝલકઈ જિમ દીવીય, લંછણિ તુરગિ વિસાલ; ત્રિમુખ દેવ દેવી દુરિતારી, શાસણિ સાર કરઈજ સંસારી, કરઈ મંગલમાલ. ૭ ઇતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી સંભવનાથ વિનતી. | વિવરણ ત્રીજ તીર્થકર શ્રી સંભવનાથ વિશેની આ વિનતીમાં કવિ કહે છે. અમારી બુદ્ધિને હૃદયમાં ધારણ કરી પ્રત્યેક દિવસે ઊગતા સુયે ત્રીજા તીર્થંકર પ્રભુનું સમરણ કરીએ. જે સંભવનાથ જિનેશ્વરને પૂજે છે તેને મનવાંછિત સંપત્તિ પ્રાપ્ત થાય છે અને તેને સંકટ પણ દૂર નાસી જાય છે. સાતમા વિયકનાં ઉત્તમ વિમાનમાં ઓગણત્રીસ પ્રમાણ સાગરેપમનું આયુષ્ય પૂર્ણ કરી પવિત્ર એવી શ્રાવસ્તી નગરમાં અવતરીને રાજા જિતશત્રુ અને સેના રાણીના પુત્ર તરીકે શ્રી સંભવનાથ પ્રભુએ તેમના વંશને અલંકૃત કર્યો. સંભવનાથ દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. અનુક્રમે પંદર લાખ પૂર્વ અમારપણામાં વિવિધ ક્રીડાઓ કરતાં કરતાં પસાર કર્યા. ચુમ્માલીસ લાખ પૂર્વ વર્ષ સુધી પ્રભુએ રાજ્યનું પાલન કર્યું. સૌદર્યથી જાણે કામદેવ ન હોય એવા પ્રભુ બાહુબળથી શત્રુઓને નાશ કરે છે. ત્યારપછી સત્તાને ત્યાગ કરીને તેઓ આંતરશત્રુને હણે છે.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy