________________
વિનતી સંગ્રહ
306 અંબિકાદેવી દેખાયાં. તે જોઈને તેને પરમાનંદ થયે.
એણે વનમાં મનોહર એવું ૭૨ દહેરીવાળું જિનાલય કરાવ્યું અને તેમાં વિતરાગદેવને પ્રતિષ્ઠિત કર્યો. પુણ્યનાં કિરણો જાણે ઝળહળતાં ન હોય અને શિવપુરના માર્ગને જાણે બતાવતા ન હોય! તેમ દેરાસરની ઉપર સોનાને કળશ ઝળહળતું હતું.
મૂળનાયક પ્રભુને વિવિધ પ્રકારે ભાવથી નવ અને પૂજા કરીને હાથ જોડીને કહું છું કે હે દેવ! મારી આ વિનતી સાંભળે. જે સમયે આપની સેવાને પ્રાપ્ત કરી તે સેવાને હે દેવ! વરસ પણ મહિના સમાન લાગે છે. એ દિવસ પણ અવશ્ય ઉત્તમ જાણ કે જે દિવસે આપની મને સેવા મળી.
હે પ્રભુ! આપે આંતરશત્રુને જીતી લીધા છે. તેને નિબળ અને અસાર જાણીને તેને નાશ કર્યો છે. આપ કેવલલામીને વર્યા : છે. આપ મેક્ષમાં રહીને નિરવા સુખને ભોગવે છે તે હે પ્રભુ! સારી સાર કોણ કરશે ?
હે જગતબંધવ! હે જગતનાથ ! આપે જેમ હરણનાં બંધનને છેડાવ્યાં છે તેમ મને પણ ભવરૂપી બંધનથી મુક્ત કરે. અમારા અન્ય કેઈ સ્વામી નથી. આપ જ માતાપિતા છે. હે ઈહિને જીતનારા!! મારા ભવરૂપી સર્વ દાવાનલને ઓલવી નાખે.
માગસર શુદિ પૂનમના દિવસે આપની સ્થાપના કરાઈ તે દિવસ મને પ્રિય છે. તે દિવસે ચતુર્વિધ સંઘ આપના જિનમંદિરમાં ઉત્સવ કરે છે. નિર્મળ ભાવથી નિરંતર તરંગેની જેમ ભક્ત ધનને ઉછાળે છે.
સુખનિવાસ પ્રભુ! આપ મને સંભાળે. હે કરુણાનિધિ પ્રભુ! આપ કેવલજ્ઞાની છે. બીજાના પરાભવને આપ પિતાને પરાભવ જાણે છે. તેથી અમારી આશાને પૂર્ણ કરે.
આ વિનતીમાં કવિએ પાટણના અરિષ્ટનેમિના મંદિરની યાત્રા કરતી વખતે તેની ચમત્કારિક એતિહાસિક ઘટનાનું નિરૂપણ કર્યું