________________
વિનતી-સંગ્રહ
હરિહર ઈદુ દિણિ દેવયવાયડિ અવયરિયા, તીહમાહિ વીર જિણિંદ, તૂ તારાયણ ચંદુ જિમ. ૯ જિમ જિમ રગિહિ વીર દીસઇ લેયણિ લેપમએ, તિમ તિમ ત્રિસીએ નિરુ જિમએ જાઈ ન મેહણએ. ૧૦ તિહ ઘરિ નવ નિધાન, તિહ કરિ ચિંતામણિ રયાણુ, જે મૂકી અભિમાનું નિસિ દિનુ, સેવઈ વીર જિ. ૧૧ ઈતિ શ્રી જયશેખરસૂરિકૃતા વાયડ શ્રી મુનિસુવ્રત વિનતી.
વિવરણ વાયડમાં આવેલા વીસમા તીર્થંકર ભગવાન શ્રી સુનિસુવ્રતસ્વામીના મંદિરની યાત્રા કરતાં કવિ શ્રી જયશેખરસૂરિ કહે છે કે
ઘણે અનુરાગ પામીને વાયડમાં પ્રતિષ્ઠિત વસમા શ્રી સુનિસુવ્રત જિનને વંદન કરીને વિષમ એવા ભવને ભાંગું છું. - જળથી જેમ પંક નાશ પામે છે તેમ એમના નામમાત્રથી જ કલિરૂપી મલ નાશ પામે છે. ઈદ્ર દ્વારા પૂજિત એવા શ્રી જીવંતસ્વામીને નયણે નીરખીએ!
અગિયાર લાખ છવાસી હજાર વર્ષ પૂર્વે હે ત્રિભુવનબ ધવ! આપને અવતાર આ સ્થાનમાં થયો છે.
શ્રી આદિનાથ પ્રભુ આગળ બિરાજિત છે તેમની કેસર-પુ વડે પૂજા કરીએ. પ્રભુને જે મનમાં આણે છે ને તેમની પૂજા કરે છે તેને રાજ્યલક્ષમી પ્રાપ્ત થાય છે.
હે ચંદ્રપ્રભુસ્વામી! આપ ચંદ્રકિરણ જેવા ઉજજવળ છે અને ભવરૂપી દાવાનલને નાશ કરનારા છે. હે ભવિજ! ભાવપૂર્વક એમને ભેટે.
ઈબ્રો અને નરેન્દ્રો વડે વદિત એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચંદ્રપ્રભુ ભગવાનની પાસે રહેલા છે. જેમ ભરતીના દિવસે સાગરમાં