________________
વિનતી સંગ્રહ
ર૮૩ અને કયાં સુવર્ણ ધાતુ? કયાં બીજા ની મેહનિદ્રા અને ક્યાં આપની જીવંત ગમુદ્રા
હે જગન્નાથ ! આપના દર્શનથી યશની રાશિ પ્રકાશિત થાય છે. વળી આ૫નાં દર્શનથી બળવાન મહ પણ જિતાય છે. જેઓનાં મનમાં આપ બિરાજમાન નથી તેવાં મનુષ્ય ભવરૂપી સમુદ્રમાં મનુષ્યરૂપે હોવા છતાં મત્સ્ય સમાન છે.
દેવના ભવમાં ભેગોને ભેગવીને તથા આ લેકમાં ઘણાને મારીચૂરીને જે રાજ્યમાં રામાભ્યો રહે છે અને અભિમાનથી રાજા સાથે પણ યુદ્ધ કરે છે એવા જી ભવરૂપી આવર્તમાં પડે છે. તે પ્રભુ! આવા જીને પણ આપ પાર કરે છે.
દયાવંત એવા આપે બળતા સર્પને જે અને તેમાંથી બહાર કઢાવીને મધુર એ નવકાર મહામંત્ર સંભળાવ્યું અને એને ઉચ્ચગતિ અપાવી. હે નાથ ! મારા પ્રત્યે પણ એવી કપા ચિત્તમાં લાવજે.
હવે હું કઈ ઉપર પણ માયા કે પ્રેમ જે નથી કરી શકતા તે હે પ્રાર્થનાથ પ્રભુ! આપનાં ચરણેને મેળવી બીજાની પૂજા કેવી રીતે કરી શકું? આપના દર્શનથી મને હૈયામાં ઘણું જ આનંદ ઉત્પન્ન થાય છે. મને નથી જોઈતી રિદ્ધિ કે રાજ્ય, બસ એક જ આપની ચરણસેવા જોઈએ છે.
હે પ્રભુ! સવારના જ ઊઠીને જે નવા નવા પ્રકારે હૃદયમાં આનદ ધારણ કરીને આપની સેવા કરે છે તે હુરિતરૂપી કર્મપટલને ભેદીને પુણ્યરૂપી વહાણને લાવે છે. મનુષ્યના સુખને પામીને મોક્ષના સુખને તે માણે છે.”
આ વિનતીમાં કવિએ પંચાસરા પાશ્વનાથનાં દર્શનભક્તિ પિતાને ઉલ્લાસ પ્રગટ કર્યો છે અને મનુષ્યભવમાં સાંપડેલી આ ભક્તિની તક માટે ધન્યતા વ્યક્ત કરી છે. જેઓ તે પામી નથી શકતા તેના મનુષ્યભવની નિરર્થકતા પણ કવિએ દર્શાવી છે. પ્રાસાનુપ્રાસયુક્ત આ રચનામ કવિની વાણી અખલિત વેગથી વહે છે.