________________
વિનતી સંગ્રહ
૩૫ હું તીરહિઉ છઉ તુઝ પાય સાહી, મ મેહિ મ સ્વામીય વાતિ વાહી; તું મારી સાર સદા કરે છે, ભવાંતરી શાસનિ બેથિ દેજે. ૯ ઇતિ શ્રી જયશેખરસરિતા શ્રી શાંતિનાથ વિનતી.
વિવરણ શ્રી શાંતિનાથ ભગવાનને વિનંતી કરતાં કવિ કહે છે:
ભવભ્રમણ કર્યા પછી શ્રી શાંતિનાથ જિનને નમસ્કાર કરવાથી નિર્મળ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. એવા શ્રી જિનને નમસ્કાર કરીએ છીએ કે જે એમને સેવે તેની બધી આશાઓ પૂર્ણ થાય છે. શ્રી શાંતિનાથ ભગવાનની ભાવના ભાવવાથી ભાવશત્રુના ચૂરેચૂરા થાય છે.
હે નાથ ! આપે જેટલી ચેનિઓ દેખાડી તેટલી ચિનિએમાં હું ભર્યો છું. અનતા ને આપે મુક્તિની પાસે મૂકી દીધા છે. તે હે પ્રભુ! મને છવાયેનિની ભવાળમાંથી હવે છોડાવે.
માયા, મદ, ઈર્ષ્યાથી હું નારીના સગે ચહ હો એવી મહવેલડીયુક્ત સંસારનું મૂળ બતાવીને આપે મારી તે મેહરૂપી વેલને નિવારી લીધી છે.
જેઓ ભાગના લેભથી જ આપને નમસ્કાર કરે છે તેઓ કહીને માટે તિયને પણ જુહારે છે. પરંતુ આપને પ્રણામ કરવાથી તે સર્વ સંપત્તિ પ્રાપ્ત થાય છે અને સિદ્ધિસ્થાનમાં શ્રેષ્ઠ સુખને અનુભવ પણ કરાવે છે.
કામ, ક્રોધ, લોભ, મહાદિ જે આક્યતર જાત્રુઓ હતા તેમને મેં વધાર્યા છે. સાચાં સગાં તે સર્વને હૂર કર્યા. વાસ્તવિક સંબંધને દૂર કર્યો. ભીડને ભાગવા માટે ભંડારેલા પુણ્યને પણ હું ખાવા લાગે અને પ્રભુત્વને છેડી અન્યની પાછળ લાગે.
મ -૨૦