________________
૨૯૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ -ભાગ ૨ રૂપકાદિ અલંકા વડે વર્ણવ્યા છે અને એમનાં ચરણની સેવા પિતાને પ્રાપ્ત થાય એ માટે પ્રાર્થના કરી છે.
(૨૫) શ્રી ઋષભદેવ વિનતી સિરિયુગાદિ જિસરુ જેઈઈ, સકલ ધન્ય તણુઈ યુરિ હેઈઈ; નિત નવી પરિએ પ્રભુ પૂજિય, ન ભવસંભવ સંકટ દૂછયઈ. ૧ બહુય દેવ સવે મહિમા ઘણી, ધરઉ ધીરઠ મટિગ આપણી; પુણ કૃપાકર તું પણ સેવતાં, ગમઈ કેઈ ન દેવ ના દેવતા. ૨ ઇસીય વાત મ માનિસિ બાડિમી, લહઈ સુયડલઉ જઈ કાઠિમી, તઉ ન દેવતિ વાર લગઈ કિમઈ, અવર રૂખડલઈ મન વીસમઈ. ૩ નરકની ગતિ મઈ પરિભેગવી, પશુ તણ પણિ હલિ જોગવી અમરનઈ ભવિવાર ઘણી ભમ્ય, મનુયજન્મ પુનિ નિષ્ફનિગમિઉં, ૪ ચહુગતિ માં દફન સહ્ય બહુ, કહીય તે ન સકીં હવડાં સહ, તિમ કરે કરુણ કર કેવલી, જિમ ન આવઈ આવઈ તે વલી. ૫ ઘડી પૂરઈ પુણિસ પામીઈ, દિવસ તેહ સકે ફિર કામીયાં, સફલ પાખ સમા સવિ રાખીઈ, સિહનાહ નિત્ જિણિ દેખાઈ. ૬ તુ ભવ તારણ સિવસુહ કારણ, હુરિય નિવારણ રિસહ જિણ તુહ ગુણ ગાયંતા સેવ કરતાં સહ સંપજઉ સયલ સુહ. ૭ ઈતિ શ્રી યશેખરસૂરિકૃતા શ્રી ઋષભદેવ વિનતી.
વિવરણ આદિ તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભુને વિનતી કરતાં કવિ કહે છે કે:
જે શ્રી યુગાદિ જિનેશ્વરનાં દર્શન કરે છે તે સકલ પુણ્યવામાં અગ્રેસર થાય છે. જે નિત્ય નવી નવી રીતે પૂજન કરે છે તે ભવસંકટમાં છૂજ નથી.