________________
વિનતી-સગ્રહ
૧૯૭
બીજા દેવા ઘણા છે અને તેમના મહિમા પણ ઘણા છે, છતાં પણ હું ધીરતાને ધારણ કરુ* છુ'. હું પ્રભુ ! આપ પશુ કૃપા કરી. આપનાં ચરણાની સેવામાં લીન ખનેલા અમને અન્ય દેવદેવીઓ ગમતાં નથી.
શુક બીજા વૃક્ષો ત્યજીને દાડમના વૃક્ષ ઉપર બેસી તરત ફળ પ્રાપ્ત કરે છે એ વાત ઘણી મહત્ત્વની છે. હે પ્રભુ! બીજા વૃક્ષા સમાન અન્ય દેવામાં મારુ' મન વિમાસણ પામે છે. મે' નરકતને ભાગવી છે; તિય "ચત પશુ દાહિલી રીતે ભાગવી છે. દેવભવમાં પણ હું ઘણું ઘણું ભમ્યા છું. અને વળી મેં મનુષ્યજન્મ પણ નિષ્ફળ બનાવ્યા છે. આપના સિવાય અન્ય દેવતાઓની સેવા કરવાથી મારા બધા જ જન્મા નિષ્ફળ ગયા છે.
હે પ્રભુ ! ચારે ગતિમાં મે' ઘણાં ઘણાં દુઃખાને સહન કર્યો છે. તે બધાંને કહેવા માટે હુ' શક્તિમાન નથી. હે કરુણાસાગર ! આપ એવી કૃપા વરસાવે કે જેથી ફરી આવી આપત્તિએ આવે નહી.
ફરી ફરી તે જ ઘડી સફલ માનીએ, તે જ દિવસને ઈચ્છીએ અને તે જ પક્ષને સફલ માનીએ, તે જ મહિના સફલ માનીએ કે જેમાં નિત્ય ઋષભદેવનાં દશન કરીએ,
હું ઋષભદેવ પ્રભુ ! આપ જ ભવસમુદ્નથી તરાવનારા છે; આપ જ શિવસુખનાં કારણ છે; આપ જ પાપ નિવારણ કરનારા છે. હે પ્રભુ! આપના ગુણાને ગાતાં અને આપની સેવા કરતાં સકલ સુખ પ્રાપ્ત થાય છે.”
શ્રી ઋષભદેવ ભગવાનને સ`ખીને લખાયેલી આ વિનતીમાં કવિ પાતાના અત્યાર સુધી નિરર્થીક ગયેલા ચાર ગતિના ફ્રાના નિર્દેશ કરી, હવે પ્રાપ્ત થયેલ પ્રભુભક્તિના શુભ અવસર માટે પ્રસન્નતા વ્યક્ત કરે છે, અને ભવસાગરમાંથી તારવા માટે અને શિવસુખ આપવા માટે પ્રભુને પ્રાથના કરે છે.
·