________________
૨૦
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ પઉત્તિય એ વિત્તિય,
પાસ જિણેસર કરિ સફલ. ૨૧ ઇતિ શ્રી જયશેખરસુરિક્તા શ્રી સંખીશ્વર પાશ્વનાથ વિનતી.
વિવરણ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને મહિમા અપરંપાર છે. જેમાં એવી માન્યતા છે કે શંખેશ્વરમાં આવેલા તીર્થમાં પાર્શ્વનાથ ભગવાનની જે પ્રતિમા છે તે ગઈ ચોવીસીમાં દામોદર તીર્થકરના સમયમાં ભરાવેલી છે. એથી આજે પણ આ તીર્થ અત્યંત ચમત્કારિક મનાય છે અને પ્રતિદિન અનેક જૈને એની યાત્રાએ આવે છે. આ તીથ વિશે કેટલાયે કવિઓએ પિતાની રચના કરી છે. કવિ જયશેખરસૂરિએ પણ એ વિશે ત્રણ વિનતીની રચના કરી છે.
આ વિનતીમાં કવિ કહે છે કે સકલ સુર, અસુર, નરનાથથી વદિત છે ચરણકમળ જેમની તથા ઈષ્ટસુખોને આપવામાં જે કલ્પવૃક્ષ સમાન છે તથા દુષ્ટ દુરાચારી ભવરૂપી શત્રુના ભયને જે નાશ કરનારા છે એવા શંખપુરમંડન શ્રી પાર્શ્વનાથ ભગવાન વિજયવતા હો
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરવાથી આજે મારા ઘરઆંગણે કલ્પવૃક્ષ ફળ્યું છે, આજે કામધેનુનું દૂધ મારા સુખમાં પડયું છે; હાથમાં જાણે મેં ચિંતામણિરન મેળવ્યું છે.
જ્યારે જરાસંઘે પિતાની વિદ્યાના બળથી ભર્યા સંગ્રામમાં હરિની સેનાના સૌતન્યને નાશ કર્યો ત્યારે કૃષ્ણ અઠ્ઠમ વતની આરાધના કરીને, ભૂમિને ભેદીને (પાતાળમાંથી) આપના બિંબને પ્રકાશિત કર્યું હતું.
શ્રી શંખેશ્વર પાશ્વપ્રભુના નમણુ જલથી (હવણ જલથી) જરાસંધને આ ઉપસર્ગ દૂર થઈ ગયો. એ નમણથી જાણે દેહ પર અમૃત લગાડવું હોય તે દેહ થઈ જ. દાહજવરથી પીડાતા સુભટે, હાથીઓ, ઘડાઓ વગેરે જલદીથી બળવાન થઈ ગયા અને જરૂરી શત્રુ ચાલી ગા.