________________
૨૮૨
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ આપના ધર્મથી રહિત છે, અનંત કાલ સુધી ભુવનમાં ભમીને નિગોદમાં એક મુહૂર્તમાં ૬૫૫૩૬ ભને પૂરા કરે છે.
આપના શાસનથી રહિત એવા પૃથ્વી, જલ, અગ્નિ આદિમાં રહેતા પ્રત્યેક જીવે ઘણું ઘણું ભમે છે અને સ્થાને સ્થાને છેદતાંભેરાતાં અસંખ્ય કાલચ પૂરાં કર્યા કરે છે.
હે નાથ! હું વિકસેન્દ્રિયમાં કૃમિ, કીડી તરીકે અવતર્યો, મત્સ્ય, માખી, મચ્છર, મેર, સાપ આદિ ભામાં પાપથી પૂર્ણ એ હું પીડા પાપે, પરંતુ હવે પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરીને આપને નમસ્કાર કરું છું.
હે સ્વામી! નરકાવાસમાં મેં બહ છેદન અને ભેદનેને સહન કર્યો. તિય"ચ ચાનિમાં સુધા અને તૃષા તથા ભયની વેદનાને સહન કરી, હીન દેવાના ભાવમાં પરાભવનું દુખ સહન કર્યું. હવે હૈ પ્રભુ ! આપની પાસે આ મનુષ્યપણું પામ્ય છું.
હે સ્વામી! ઘણા ભામાં ભમીને કેઈક પુણોદયે દસ દષ્ટાંતથી દુર્લભ એવા મનુષ્યભવમાં મેં આપને આજે પ્રાપ્ત કર્યા છે. તેથી
વિભુ! આપને છેડીને બીજા કેને સેવીએ? જેથી આપ મારા ઉપર સાર કરે, કૃપા કરે.
આ મહામંગલ છે, અહીં મહા ઉત્સવ છે અને નિર્વાણસુખને અનુભવ છે. આ અત્યંત ઉત્કૃષ્ટ અને પરમ છે. આ રીતે હે દેવી મને આપના તરફ પ્રવૃત્તિ કરાવે.
હે સ્વામી! જે આપના ગુણેની તવના એકાગ્રભાવથી કરે છે તે શ્રેષ્ઠ લબ્ધિઓ, દ્ધિ, બહુ બુદ્ધિ, અણિમા અને મહિમાદિ. ઉજજવળ સિદ્ધિઓ, ભગ, સાગ, અવિવેગ ઈત્યાદિ પ્રાપ્ત કરે છે.
હે પ્રભુ! જે આપનાં ચરણોની સેવા કરવામાં શુદ્ધ હૃદયથી રક્ત રહે છે તે નિધન હોય તે ધનવંત બને છે, અપુત્રવાન હેય તે પત્રવાન બને છે, પાંગળો હોય તે ચાલતે થઈ જાય છે, અને હોય તે દેખતે થાય છે અને મતિથી મૂઢ હોય તે કૃતસાગરને. પારગામી બને છે,