________________
વિનતીસંગ્રહ
૨૮૧ હે પ્રભુ ! આપનું મુખ ચંદ્ર સમાન છે. આપના વેચને કમળ સમાન છે. આપને દેહ જઈનાં પુષ્પ સમાન અત્યંત સુગંધથી મઘમઘે છે. આપ રમણીઓના મનને મેહ પમાડનાર, કમળ સમાન ચરણવાળા, શ્રેષ્ઠ સુવર્ણવણું કેહવાળા અને ભવિજનના હૈયાને આનદ આપનારા છે. હે દેવ! દેવતાઓને સમૂહ પણ પૃથ્વીતલ •ઉપર આવીને આપને નમે છે.
પિષ વદ દસમને દિવસ એ પાશ્વપ્રભુ જિનેશ્વરનું જન્મકલ્યાણક છે. તે દિવસે ભવિજનો શ્રી પ્રભુને નાન કરાવે છે. દેવતાઓ પણ મેરુશિખર ઉપર જન્મ મહોત્સવ કરે છે. અને પુણ્યોપાર્જન કરી ભયંકર ભવસાગરમાં ડૂબતા બચી જાય છે.
હમણુ પ્રચુર પુણ્યથી મનુષ્યભવને પ્રાપ્ત કર્યો અને શુદ્ધ શ્રાવકકુળ મળ્યું. વળી પાપરૂપી બળને નાશ કરનારા સદગુરુના વચને મળ્યાં અને જિનબિંબનાં દર્શન કરવા મળ્યાં છે. હે જીવ! શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુનાં ચરણોને પામીને જીવનને પ્રકાશિત કર.
હે પ્રભુ! જેમ અધિકાર સૂર્યનાં કિરણોથી નાશ પામે છે તેમ ઉધરસ, ખસનું દર્દ, શ્વાસ (મ), જરા, સુલ તથા હાથ, મસ્તક, પિટ, સુખ, આંખમાં થતી બહુ વેદનાઓ વગેરે આપના નામમાત્રથી જ નાશ પામે છે.
કુષ્ઠરોગરૂપી દાવાનલથી જેઓનાં સર્વ અંગે બળી ગયાં છે, જેઓના હાથપગ મળી ગયા છે, રમણ વિષેને આનંદ જેમને ચાલ ગચા છે અને એ રોગને કારણે લેકલજજાથી પિતાના ઘરને જેમને ત્યાગ કરે પડ્યો છે તેઓ પણ આપની કૃપાથી ફરીથી નવા દેહવાળા થઈ જાય છે.
હે પ્રભુ! જ્યાં સુધી આપના નામરૂપી શ્રેષ્ઠ મંત્રમણિ જાગ્રત છે ત્યાં સુધી પૂર, વેતાલ, વિષ, વ્યાધિ, વૈશ્વાનર, ચાર, સિંહ, હાથી, ગ્રહ, વાણુવ્યંતર, વાનરે તથા અન્ય દુષ્ટ લાગતા નથી.