________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગર આપના સ્વરૂપમાં કપૂરનું ચૂર્ણ, ચંદ્રના કિરણે અને કઈ બના. સૌરભનો સમન્વય થયો છે. આવી આપની નિર્મળ મૂર્તિ જોઈને હું મારા મનના મનોરથને પૂર્ણ કરું છું.
હે જિનેશ્વર દેવ ! જેઓ આપનાં ચરણેની પૂજા પુષ્પોથી. કરતા નથી કે આપનાં દર્શન પણ કરતા નથી તેઓ ભવસાગરમાં ડૂબી રહ્યા છે. " આપનું મુખ પૂનમના ચંદ્ર સમાન ઝગમગે છે. આપનાં નયનને કેમલ કમલની ઉપમા આપવામાં આવી છે. આપના બને. કપોલ ચમકે છે તે જોઈ હદયથી આનંદિત બનું છું.
આપની સુંદર બે ભુજાઓ ભીડેલી ભગળ જેવી લાગે છે. આપની નખશિખા બકુલ પુષ્પની પાંખડી જેવી શોભે છે. આપનાં ચરણની સુંદરતા હું નિત્ય જોયા કરું છું એટલે અન્યનું કશું જોવાની મને કે પૃહા થતી નથી.
હું સવામી! સકલ વિશ્વમને જલદીથી ટાળી શકીએ એવી કઈ તત્વની કળા મને શિખવાડે કે જેથી મનમાં તમારે જ વાસ, રહે અને ભૌતિક વાસના ન રહે.
આ કાવ્યમાં કવિ વઢવાણ નગરમાં બિરાજમાન શ્રી વર્ધમાન સ્વામીનાં દર્શન કરી ભાલાસપૂર્વક પ્રભુનાં સુખ, નયન, ભુજ, ચરણ ઇત્યાદિનાં ગૌરવ અને મહિમા વર્ણવી, કષાયરહિત થવા માટે તથા તવની કળા આપવા માટે પ્રભુને પ્રાર્થના કરે છે. પ્રાસાનુપ્રાસચુક્ત આ રચના સરળ અને આસ્વાદ્ય છે.
(૨) શ્રી સંખીશ્વર પાર્શ્વનાથ વિનતી સયલ સુર અસુર નરનાહ વદિય કમ, ઇક ચક્ખાણ દાણુશ્મિ ક૫૯માં હક દુરચાર ભાવારિ ભયખંડણેક જયઉ સિરિપાસ પહુ સંખપુર મણે ૨