________________
પ્રથમ અને દ્વિતીય નેમિનાથ ફાગુકાવ્ય
२२ ધિ ધિર્ વિષયવિકાર વસિ, કિમ જશુ ધૂતારિ, ભૂરિ ભવંતરિ ફેરિ ફિરઈ, ઈમ હિયઈ વિચારિ, ગજ રથ ૨ગ તુરંગ રમણિ, રસ વિસય વિતઉ; મયગલ પિલિય ચલિઉં, નેમિ શિવરમણીd. ૪૪
નેમિનાથના પાછા ચાલ્યા જવાથી વિહ્વળ બનેલી જિમતી. બેશુદ્ધ બની જાય છે. ભાનમાં આવે છે ત્યારે નેમિનાથને ઉપાલંભ આપે છે. પરંતુ પછીથી નેમિનાથની પાછળ તે ચાલી નીકળે છે અને સંયમત્રત સ્વીકારે છે. આમ નેમિનાથ અને શજિમતી બને ભરયૌવનમાં સંયમના માર્ગે વિચરે છે અને કેવળજ્ઞાન પામી અનુક્રમે શિવગતિ પામે છે.
આમ, કવિ જયશેખરસૂરિએ નેમિનાથ વિશે બે ફાગુકાની રચના કરી છે. આ બન્ને ફારુકાવ્યની એમણે એવી સરસ રીતે રચના કરી છે કે જેથી એ બને ફાગુકાવ્યો સ્વત, મૌલિક અને આસ્વાદ્ય બન્યા છે. એ કરેકની પોતપોતાની વિશિષ્ટતા છે. ભૂમિકા તરીકે વસતાગમન અને વસંતવિહાર સમાન છે, પરંતુ એકમાં ખાદ્ય વાનગીઓનું વર્ણન વિસ્તૃત છે, તે અન્યમાં રાજિમતીના દહલાવણ્યનું વર્ણન સુરેખ છે. અને ફારુકાવ્યનું પર્યવસાન ઉપશમ દ્વારા શાંતરસમાં થાય છે, તેમ છતાં કવિની વાણું પ્રગટ બેધાત્મક સ્વરૂપ ધારણ કરતી નથી. અને કાવ્યમાં કવિનું શબ્દપ્રભુત્વ અને અલંકારસામર્થ્ય ઉત્તમ કૅટિનું છે. આપણું મધ્યકાલીન ફાશુકાવ્યોમાં પ્રથમ પંક્તિમાં બિરાજી શકે એવાં કવિ જ્યશેખરસૂરિકતા આ બન્ને કાશુકાવ્યો છે.