________________
પ્રકરણ ૧૦ વિનતીસંગ્રહ (અપ્રકાશિત કૃતિઓ)
કવિ જયશેખરસૂરિએ તત્કાલીન ગુજરાતી ભાષામાં જે કેટલીક લઘુ રચનાઓ કરી છે તેમાંની ઘણીખરી અદ્યાપિ અપ્રકાશિત રહી છે. આવી રચનાઓમાં “વિનતીના પ્રકારની કાવ્યકૃતિઓ ઠીક ઠીક સંખ્યામાં સાંપડે છે. ( હાલ, આવી વિનતીઓના સંગ્રહની બે હસ્તપ્રતે સાંપડે છે. એક – એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટની હસ્તપ્રત, બીજી – ચાણસ્માના ભકારની હસ્તપ્રત.
આ બન્ને હસ્તપ્રતમાં વિનતીના ક્રમાંકમાં ફરક છે. તેમજ ચાણસ્માના ભંડારની હસ્તપ્રતિમાં કેટલીક વધુ વિનતી જોવા મળે છે. તદુપરાંત ચાણસ્માના ભંડારની હસ્તપ્રતિમાં કવિ શ્રી જયશેખરસૂરિએ નેમિનાથ વિશે રચેલાં બે ફાગુકા પણ સપડે છે. વળી બને હસ્તપ્રતમાં કઈ કઈ કૃતિઓમાં કર્તા તરીકે કવિ જયશેખરસૂરિનું નામ કૃતિને અંતે અપાયું નથી અને કેટલીક કતિઓ કવિ જયશેખરસૂરિએ પિતે નહીં, પરંતુ એમના વિશે એમના શિષ્યએ લખેલી છે. અહીં બને હસતતેને આધારે, એલ. ડી. ઈસ્ટિટ્યૂટના ક્રમાંક અનુસાર, વિનતીઓ આપવામાં આવી છે અને જયશેખરસૂરિ વિશે અન્ય કવિઓની રચનાઓ પરિશિષ્ટમાં આપવામાં આવી છે.
કવિ જયશેખરસૂરિની આ રચનાઓ માટે હસ્તપ્રતિમાં “વિનતી શબ્દ વારંવાર વપરાયેલ છે. ફક્ત પરમાત્માને વિનતી કરે એ પ્રકારની વિનતીને, પ્રાર્થનાને ભાવ આ કૃતિઓમાં રહેલું છે. એથી આ કૃતિઓને સ્તુતિ કે તવનના પ્રકારની કૃતિ તરીકે પણ ઓળખાવી શકાય. મધ્યકાલીન જૈન કવિઓની, ગુજરાતી ભાષામાં લખાયેલી