________________
વિનતીસંગ્રહ
વિવરણ આ સ્તવનમાં કવિ ઉદાવસહીમડન એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિનતી કરતા કહે છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિનાં દર્શન કરવાથી ભવરૂપી બંધને ટળી જાય છે. હમણાં મારા હૃદયમાં આશાની વેલડી ફળી છે અને પાશ્વ પ્રભુની કૃપાથી શિવપુરી–મોક્ષપુરી પણ હું શીવ્રતાથી પામીશ.
વાદળ જેવા શ્યામ વર્ણવાળા સહામણ એવા હે પાર્શ્વનાથ સ્વામી ! આપની કૃપાથી મારું મન જગતની જંજાળમાં હવે રહેતું નથી. હે સુનાયક! હું આપની પાસે એક વચન માટે વિનતી કરું છું. જો તેમાં કઈ અજુગતું લાગે તે કઈ બાળકની તે વિનતી છે. એમ જાણજે.
આ જગતમાં બીજા કરે દેવતાઓ છે, પરંતુ હે નાથ, આપના જેવા કેઈ દેવ નથી. હું કેવલજ્ઞાનયુક્ત સ્વામી ! હું કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી શકું એવી મારા ઉપર કૃપા કરો. એટલું વચન આપની પાસે યાચું છું.
1. આપના શ્યામવર્ણ દેહમાં આપના કર્ણમાં રહેલા સુવર્ણમય કુંડલે ઝળહળે છે, આપના મસ્તક ઉપર મુગટ શેલે છે, હૃદય ઉપર હાર શોભે છે. આવી રીતે આપની આંગીની રચના કરતાં મારું મન ઉલ્લસિત બને છે.
સુગધિત સુખડથી આપના દેહનું વિલેપન કરવાથી મનની વાસનાઓ નાશ પામે છે અને હૃદય નિર્મળ બને છે. બકુલ, ચંપક, કેતકી વગેરે સુગંધિત પુછપથી આપની પૂજા કરી મહને અમે દૂર કરીશું. હું ત્રિભુવનનાથના ચરણે નિતનિત મસ્તક નમાવીશ અને પ્રતિદિન પ્રભુના નામનું રટણ કરીશ. હું ભવ(સંસાર)સંબંધી મતિને ભાંગી નાખીશ અને આત્મામાં જ રમણતા કરીશ.
હે સ્વામી! આપ નિત્ય કૃપા વરસાવજે કે જેથી હું શિવમ-૧૬