________________
૨૬૬
મહાકવિ શ્રી યશેખરસૂરિ-ભાગ ૨ એળગનારા, ગુણેના ખાણ એવા શ્રી મહિનાથપ્રભુ છે.
સુમિત્ર રાજા અને પદ્મારાણીના મનહર પુત્ર, કુર્મના લાંછનવાળા, કર્મોને અંત કરનારા, વીસ ઘનુષ્ય પ્રમાણુવાળા શ્રી મુનિ સુવ્રત પ્રભુ છે.
વિજય રાજા અને વિઝા રાણીના પુત્ર, પંદર ધનુષ્ય પ્રમાણ દેહવાળા, નીલકમળના લાંછનવાળા, નરરૂપી વૃક્ષને માટે નવા મેઘ સમાન શ્રી નેમિનાથ પ્રભુ છે.
શાન્ત, દાન્ત અને સાંતવનાયુક્ત, સમુદ્રવિજય અને શિવાદેવીના પુત્ર, શંખને લાંછનવાળા, દસ ધનુષ્ય પ્રમાણુવાળા, જિનોમાં શ્રેષ્ઠ એવા નેમિનાથ ભગવાન છે.
અશ્વસેન રાજા અને વામા રાણીના પુત્ર, નવ હાથ પ્રમાણ દેહવાળા, અવધિજ્ઞાનથી સપને બચાવનારા, સર્ષના લાંછનવાળા. શ્રી પાર્શ્વપ્રભુ છે.
સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાઈના પુત્ર, સિંહના લાંછનવાળા, સાત હાથ દેહવાળા, સકલ સંઘને સુખ આપનારા શ્રી વીરપ્રભુ છે.
આ વીસ જિનેશ્વરોની તેઓના દેહના માપના પ્રમાણુવાળી પ્રતિમાઓ ભરતેશ્વર રાજાએ અષ્ટાપદ પર્વત ઉપર પ્રતિષ્ઠિત કરાવી છે,
હે શાલવૃક્ષ સમાન પૂજ્ય! આપે ભવરૂપી પિંજરાને તેડીને શિવપુરમાં વાસ કર્યો છે. મનમાં આનંદ લાવીને બે હાથ જોડીને એ બધાની વિનતી મારા વડે કરાઈ છે.
હે પ્રભુ! હું જ કે રમણીઓને માંગતે નથી, પરંતુ છે પરમેશ્વર! ભવ સુધી આપનાં ચરણની સેવાને પ્રાપ્ત કરું એટલું મને આપજે.
આ કાવ્યરચના અત્યંત સરળ અને ભાવવાહી છે. કવિએ