________________
૨૨૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ કરુણાસાગર શાંતિનાથ ભગવાન ! આપનું સુખકમળ જેએ જુએ છે તેઓ શિવસુખને કહે છે અને હુસ્તર એવા ભવસાગરને તરે છે.
હરિ, હર, બ્રા એ ત્રણ અસારદેવને સેવીને, સકલ સંસારમાં ચારે ગતિમાં ભમીને લાખે દુખે મેં સહન કર્યા છે. -
મિથ્યાત્વી જી, મેહનીય કર્મથી આકાન્ત સુગ્ધ થયૅલા મનવાળા અને આપની આજ્ઞાની વિરાધના કરનારાઓ છેદન, ભેદન ઈત્યાદિ ઘણી વિપત્તિઓ ભેગવે છે.
ગિરિના શિખર ઉપરથી નીકળી પૂરથી વહેતી નદીમાં પાર ઉતારનાર નૌકાતુલ્ય આપને જે પ્રાપ્ત કર્યું તે જાણે ચિંતામણિરત્ન હાથમાં આવી ન ચડવું હોય ! આપનાં દર્શનથી મારા હૈયામાં મહાન હર્ષ થાય છે.
મરૂભૂમિમાં જેમ પાણી દુલભ હય, મહાસાગરને જેમ કિનારે દુર્લભ હોય, તેમ હે ધર્મની ધુરાને ધારણ કરનારા પ્રભુ! આપનાં દશન દુર્લભ અને બહુ પુણ્યથી પ્રાપ્ત થાય એવાં છે.
હે શાંતિનાથ પ્રભુ! આશા સાથે હું તમારા દ્વારે આવેલો છું. ભાવરૂપી શત્રુને નિવારીને હે પ્રભુ! મને ભવસાગરથી પાર કરે.
સુંદર વર્ણવાળા હે શિવપુરના રાજા! વિશ્વસેન રાજાના કુલના હે તિલક! જેનાં ચરણકમળ સુરનરથી વંદિત છે એવા હે શાંતિનાથ પ્રભુ! આપને જે ઓળખે છે તે ધન્ય છે.
રાજ્ય, રમણ આદિ શ્રેષ્ઠ ભેગાતિશયને હું આપની પાસેથી ઈચ્છતું નથી. હું તે એટલું ઈચ્છું છું કે આપના ચરણમાં મને વસાવે કે જેથી ભભવ હું આપની સેવા કરું.
શાંતિનાથ ભગવાન પરમ કરુણાની મૂર્તિ સમા છે. કવિ એમની પાસે પ્રાર્થે છે કે પિતાને કઈ ભૌતિક સુખની અભિલાષા નથી, પરંતુ ભવસાગરથી પાર ઊતરવાની એક માત્ર અભિલાષા છે. એ માટે કવિએ ઉપમા, રૂપક, ઉભેક્ષા ઈત્યાદિ અલંકારથી સભર