________________
૨૫૬
મહાકવિ શ્રી યશેખરસૂરિ-ભાગ ૨ તાથી પહેચવા સમર્થ બને છે.
હે નાથ ! આપની કૃપા કરકે દેખીતા સંકટને દૂર કરે છે, વળી ચિરકાલના રોગીને જલદીથી નીરોગી કરે છે. હે પ્રભુ! મેક્ષસંબધી સર્વ સંપત્તિને આપે દેખાડી છે અને કુનાયકની કીતિને હમેશાં નષ્ટ કરી છે
હે પ્રભુ! આપના કલ્યાણુક સમયે નારકીના અનેક જીવે આનંદ પામે છે તે સમયે આપના કૃપાપ્રસાદથી મલિન મોહ પણ કામક્રોધાદિ પરિવાર સાથે સૂઈ જાય છે અર્થાત્ શાંત થઈ જાય છે.
આ જગતમાં કામ, પરીષહ, લેભ ઈત્યાદિ આત્માને નીચે પાડનારાં છે, પરંતુ ગુણવાન વ્યક્તિએ તેને વશ ન થવું જોઈએ.
અહો !! હું જેમ જેમ મારા મદને છોડી દઈશ તેમ તેમ એ. મદને ભય નહિ રહે, હવેથી હું સુમતિપૂર્વક પ્રભુની નિત્યપૂજા કરીશ.
હે સ્વામી! આ ક્ષણે મારી બધી કુમતિ ચાલી ગઈ. હૃદયમાં વિપત્તિરૂપી વેલડી નિત્ય વસે છે, તે પણ આપની જ સેવા હૃદયને શાંત કરે છે.
જે નવી નવી કામવેદનાઓને અનુભવ કરીને ભવભ્રમણ કરે છે તે માણસ જિનને વિનવે છે, જિનની ઉપાસના કરે છે. આપની. દયા બધાના ચિત્તમાં નિત્ય વસે છે. હે સ્વામી ! હવે મને વચન આપે કે આપ મારા હૃદયમાં પણ વાસ કરશે.
અભવિ જીવ ભવના વૈભવમાં ભમે છે, પરંતુ મને યુવતીઓના રંગતરંગ ગમતા નથી આપની કૃપાથી હું પવિત્ર બનીને રહેવા ઈચ્છું છું. હે સ્વામી ! વારંવાર હું મનમાં એ જ સ્પૃહા રાખું છું.
, આ કાવ્યમાં કવિએ તંભન પાશ્વનાથ પ્રભુને મહિમા વર્ણવ્યા છે. કલેષાલંકાર સહિત ચમકસાંકળીયુક્ત, વર્ણાનુપ્રાસાદિ શબ્દાલંકારની પણ મને હર સંકલના કરી છે.