________________
વિનતી-સંગ્રહ
ર૫૫ અનુભવી ભમતે જિન વિનવી, મદન વેદન તે જિન વિનવી, તુઝ દયા જન ચિત્તિ નિત વસી, કરિ મયા હિલ વાહર તૂ વસી.૧૦
વિભવિ વેવિ જીવ ભવે ભઈ, યુવતિ રંગ તુરગ ન મૂ ગઈ; તમાં કપ વનિ પાવનિ હું રહે,
રહ રહઈ મનિ એકલડુ પૂછું ૧૧ ઈતિ શ્રી જયશેખરસુરિક્તા શ્રી સ્તંભતીર્થ વિનતી.
વિવરણ ખંભાતના સ્થંભન પાશ્વનાથને મહિમા પ્રાચીન સમયથી અપાર ગણાય છે. કવિ જયશેખરસૂરિએ પણ એક કરતાં વધુ પા એ વિશે લખ્યાં છે. આ વિનતીમાં કવિ કહે છે કે જે પરમેશ્વરને ઈને પૂજ્યા છે, જેમાં સર્વ ગુણે વસેલા છે અને જેમણે મોક્ષમાગની ધર્મકથા કહી છે એવા શ્રી સ્થંભનપુર પાર્શ્વપ્રભુનાં અમે કયારે દર્શન કરીશું ?
દીપ્યમાન એ કમઠાસુર આપને આવીને મળે છે અને આપે કામદેવનાં બાણને તોડી નાખ્યા છે. ઈશ્ન સમાન મધુર શ્રી પાર્શ્વનાથની હમેશા પ્રશંસા થાય છે. હૃદયમાંથી જ્યારે પાપશિલા હટે છે ત્યારે નવું માધુર્ય ઉત્પન્ન થાય છે. ' હે પ્રભુ! જાઈનાં પુષ્પની સુવાસ જેમ મવમવે છે તેવી રીતે કલિયુગમાં પાપને સમૂહ વિસ્તાર પામે છે. પરંતુ જે છે આપની આજ્ઞામાં આનંદથી રમે છે તે ભવ્યજીવાની આપ મોહમાયારૂપી મમતાના પાપને હરે છે,
હે સ્વામી! જે જીવ ભવવાસ સંબંધી સુખની અવહેલના કરીને આપના શાસનમાં વસે છે એટલે કે આપના શાસનના રસને જાણે છે તે સર્વ છે આપની કૃપાને ધારણ કરીને શિવપુરમાં સરળ