________________
વિનતી-સંગ્રહ
- રપ૩ ધારણ કર્યો છે કે જેથી કામદેવ પણ હવે આપની સાથે લડી શકતે નથી.
જે શ્રી નવપલ્લવ પાશ્વપ્રભુને નિત્ય નમે છે તે ભવરૂપી અરણ્યમાં ફરી ભમતું નથી. જે કઈ ઘડીભર આપના શાસનમાં રમે છે તે શિવવધૂની પાસે એટલે કે મોક્ષગતિની પાસે વહેલે પહોંચી જાય છે.
પિતાની સભામાં જેમ રાજા વખણાય છે તેમ જગતમાં આપને ઘણે મહિમા છે. આપને નમસ્કાર કરીને મારું મન તે એટલું જ જાણે છે કે આ ભવમાં અમે અવતર્યા અને આપનાં દર્શન કર્યા એ સારું થયું.
હે વિશ્વનાથ! સંસારરૂપી ભાવકને વિચ્છેદન કરનારા શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુ! આપનું નામ પ્રખ્યાત છે. અહોનિશ આપનાં ચરણોની સેવા મને મળજે. હે પ્રભુ! આપનામાં મારું મન વસે એવું દયાન હું માનું છું.
આ વિનતીમાં કવિ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથનાં દર્શનથી પોતે અનુભવેલી ધન્યતા અને મળેલા મનુષ્યભવની કૃતાર્થતા વ્યક્ત કરી પ્રભુની કૃપાથી પિતાને વહેલી વહેલી મુક્તિ મળે એવી શુભ અભિલાષા વ્યકત કરે છે.
કવિ આ કાવ્યમાં પ્રમાણિકપણે સ્વીકાર કરે છે કે “હે પ્રભુ! મનુષ્યજન્મ મળવા છતાં અત્યાર સુધીને મારો સમય એક પશુની જેમ પસાર થઈ ગયે, પરંતુ એક દિવસના આપના દર્શન માત્રથી મારા હૃદયમાં તરવની કલા વિકસવા લાગી છે અને સાંસારિક વિષય હવે બાધા કરતા નથી. માટે જ કવિ ઉલ્લાસથી ગાય છે. પશુતુલા અહિલ ભવનીગમી, દિવસ એક તુઝ કહઈ વીસમી અવગમી દિવ તત્વકલા હીયઈ, વિષય વિશ્વમિ તુ નવિ વાહ.”
કવિએ આ કાવ્યમાં કલિકાલ માટે કરેલી કલ્પના પણ મનેહર