________________
૫૧
વિનતીસંગ્રહ જેવા સોહામણું શ્રી પાર્શ્વજિર્ણ દેખાય છે. ભવ્યજનેના મનમાં સાગરની લહેરીઓની જેમ આનંદની લહેરીએ ઊઠે છે.
અશ્વસેન રાજા અને વામાાણના પુત્ર હે પાર્શ્વનાથ પ્રભુ! આપ ત્રિભુવનના તારણહાર છે. દેવ ધરણેન્દ્ર આપની સેવા કરે છે. દેવી પદ્માવતી આપના પગ પૂજે છે.
હે પાર્શ્વપ્રભુ! આપ ત્રિભુવનમાં ભવ્યજનેનાં મને વાંછિત પૂર્ણ કરે છે એટલે જાણે સાચે જ ચિંતામણિરતન જેવા અથવા કલ્પ વૃક્ષ અથવા કામધેનુ જેવા જશુઓ છે !!
હે જગતના નાયક શ્રી પાશ્વજિન! ચારુઆઠમંડન સ્વામી ! અમારી એક વિનતી અવધારે. હમેશાં અમારાં હૈયાંમાં વાસ કરીને અમને વાંછિત રિદ્ધિ-સમૃદ્ધિ આપજે.
કવિની અન્ય પ્રકારની વિનતીઓની જેમ આ વિનતીમાં પણ કવિએ તીર્થનાં દર્શનને ઉલ્લાસ શુભ ભાવનાઓ સહિત વ્યક્ત કર્યો છે.
(૧૧) શ્રી નવપલવ શ્રી પાર્શ્વનાથ વિનતી સુરઠ મંડલ મંડણ એકલીં, નગર મંગલ પત્તન એભલઉં; જિહાં છ નવપલ્લવ દેવતા, નિધિ નવ લહઈ પગ સેવતાં. ૧ જબ ટલી તુઝકુંડલિ અંગુલી, તવ ફલી કલિકાલ તણું રુલી; તિમઈ તુક મહિમા સ નવી હુઈ, ગયઉ તે કલિકાલ મુહુ થઈ. ૨ પશુ તુલા અહિલઉ ભવ નીગમી, દિવસ એક તુઝ કહઈ વીસમી અવગમી હિવ તત્વકલા હીયઈ, વિષય વિભૂમિ તુ નવિ વાહઈ. ૩ ૨જ તણું પરિ રાહુ નિરાકરી, તૃણ સમી રમણ હિયાઈ ધરી, સુગતિ નીતઈ વાહી વાટડી, મદન તુ ન સકઈ તુઝ સે ભિડી. ૪ નિત નિત્ નવ પલવ જે નમઈ, વલી વલી ભવાનિ ન તે ભમઈ કિમઈ શાસનિ તે ઘડી ઠરમઇ, સિવવધૂ કહુઈ તે વહિલા ગમઈ. ૫