________________
રપર
મહાકવિ શ્રી યશેખરસૂરિ- ભાગ ૨ તુઝ ઘણુ મહિમા જગ જાણીઈ, નિજ સભા નરનાથિ વખાણુઈ, તઈ નમી મનુ માનઈ એતલઉં, અવતરિયા ભવમાહિ અહે ભલઉં. ૬ સંસાર ભાવઠિ વિહડણ વિશ્વનાથ,
વિખ્યાત નામ નવપલવ પાર્શ્વનાથ દઈ દીસરાતિ નિજ સું તુઝ પાય સેવ,
મઈ માગવઉ તુઝ વસી પણિ દાન દેવ. ૭ ઈતિ શ્રી જયશેખરસુરિકતા નવપલવ શ્રી પાર્શ્વનાથ વિનતી.
વિવરણ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ચમત્કારિક તને મહિમા સવિશેષ છે. કવિ શ્રી જયશેખરસૂરિએ આ વિનતીમાં નવપલવ પાર્શ્વનાથને મહિમા ગાયે છે.
સોરઠદેશના અલંકારરૂપ, મંગલપત્તન નામનું સુંદર નગર છે. ત્યાં નવપલવ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. એમનાં ચરણકમળની સેવા કરનાર ભવ્યજી નવનિધાન મેળવે છે.
હે સ્વામી! જ્યારે આપે કાનથી કુંડલ અને હાથેથી વિટી ઉતાર્યા અર્થાત જ્યારે આપ વય દીક્ષિત થયા ત્યારે તે કુંડલ અને વિટી પ્રાપ્ત કરવા કળિકાળ રાજી રાજી થઈ ગયા, પરંતુ આપને સાચે મહિમા એને જ્યારે સમજાય ત્યારે કલિકાલ શરમાઈને સુખ રવી, વ્યર્થ બનીને ચાલી ગયે.
હે પ્રભુ! અત્યાર સુધી પશુની જેમ મારે ભવ નિરર્થક પસાર થઈ ગયા, પરંતુ એક દિવસ આપના આશ્રયે વિશ્રામ કર્યો છે કે જેથી હવે હૈયામાં તત્વની કલા અને અભિરુચિ પ્રગટી છે, તેથી હવે વિષયવિભ્રમ બાધા પમાડતા નથી.
આપે રાજયસંબંધી શેભાને ત્યાગ કર્યો છે અને હૃદયમાં રમણીને તૃણ સમાન માની છે. હે પ્રભુ! આપે મુક્તિનો માર્ગ