________________
૨૪૪
મહાકવિ શ્રી જયશેખરસુરિ- ભાગ ૨ મલિન મચ્છર વેગિ નિરાકરિઉ,
ગહણુએ ભવસાયરુ મઈ તરિઉ. ૮ વિપદ વેગિ પલાઈય આકુલી, હિલ જિનેન્દ્ર વલી સહસાવલી, મન રમિઉં જયસાસનિ તાહરઈ, સકલ સિદ્ધિ હુઈ વસિ માહરઈ. ૯
વિભવ કારણિ સૂર્ય ધરા ફિરઈ, કિસઈ કાજિ સમુદ્ર નિજ તરઈ; અજિત એક મને જઈ ધાઈયઈ,
ધનદ તુલ્ય ધનિ ત થાય. ૧૦ ભવ ભવ ભય ભાગઉ ભાવિ ભૂય પાય લાગઉ, સુરસુખ ન સમીહીં રાજય તલ દેવ બીહઉં, રમણિ રસિ નરાચઉં એટલું એક ચાચલ, , ભવિ ભવિ મૂય સમી હાઈ જિઉ સેવ કામી. ૧૧
ઈતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી તારણગિરિ વિનતી.
વિવરણ ગુજરાતમાં તારગા તીર્થ સુપ્રસિદ્ધ છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળ મહારાજાએ પર્વત ઉપર અજિતનાથ ભગવાનનું ભવ્ય અને ઉત્તુંગ મંદિર બંધાવ્યું હતું. કવિ જયશેખરસૂરિએ એ તીર્થ વિશે આ રચના કરી છે. કવિ કહે છે કે હમેશાં મારા મનમાં એવા જ મરથ રહેતા હતા અને આવા ભાવે હૈયામાં નિત્ય વિકસિત થતા હતા કે ક્યારે હુ તારંગા ગિરિશજ ઉપર જઈને શ્રી અજિતનાથ પ્રભુનાં ચરણોમાં મસ્તક નમાવું. જિનેશ્વર ભગવાનની ભાવપૂર્વક ભક્તિ કરવાથી મનુષ્યજન્મ મળે છે, સર્વ પ્રકારની અનુકૂળતા સાંપડે છે અને સરળતાથી સિદ્ધપુરીના.