________________
૨૨૮
મહાકવિ શ્રી જ્યશેખરસુરિ-ભાગ ૧
વિવરણ ઉત્તમ ભાવના વહે નેમિનાથ ભગવંતના ચરણોના દર્શન કરવા માટેને ભવ્યજનેને આનંદ હૃદયમાં સમાતું નથી. કવિ કહે છે કે જાદવકુમાર નેમિનાથનાં દર્શન કરવાની હૃદયમાં જાગૃત ભાવના વસે છે ત્યાં સુધી અન્ય કઈ પણ વસ્તુ દેખાતી નથી. મારા મનમાં એક જ વાત વસી છેમારું મન સેરઠ દેશમાં એવું લાગ્યું છે કે જ્યારે હું ગિરનાર પર્વત પર પહોંચી શ્રી નેમિનાથ પ્રભુની કન કરું !”
શ્રી નેમિનાથ પ્રભુ સમાન અન્ય કેઈ દેવતા નથી એમ આબાલગોપાલ લોકો કહે છે. એમણે પશુઓના છ પ્રત્યે ચિત્તમાં કૃપા. લાવીને રાજ્ય અને રાજિમતી બનેને ત્યજી દીધા હતા
હે શામળા સ્વામી ! તમારી ભેટ મળવાથી મારી હરખની વેલડી જલદીથી વધવા લાગી છે. હે દેવ! સાંસારિક વસ્તુના લેભાને દૂર કરીને આપના પર જેટલે નેહ કરાય તેટલું સુખ પ્રાપ્ત કરીએ છીએ.
કવિ દર્શાવે છે કે આ સંસાર ફૂડે છે એવી પિતાના મનમાં ભાવના ધારણ કરીને રાજુલના કંતને - ભગવાન નેમિનાથને રૂડી રીતે સેવવા જોઈએ. એવા પ્રકારની આશા રાખીને જગન્નાથ એવા નેમિનાથને ભાવશુદ્ધિપૂર્વક જેઓ પૂજે છે તેમની આશા પૂરી થાય છે.
કવિ શ્રી જ્યશેખરસૂરિએ પાંચ કડીની આ લઘુ કૃતિમાં જ્યાં નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા હતા એ કલ્યાણક તીર્થભૂમિ ગિરનાર પર્વત ઉપર જઈ નેમિનાથ ભગવાનના દર્શન કરવાની પોતાની ઉત્કટ તાલાવેલી વ્યક્ત કરી છે અને સાથે સાથે નેમિનાથ ભગવાનની ભક્તિને મહિમા દર્શાવ્યા છે. કવિની ભાષા પ્રાસાદિક અને લયબદ્ધ છે અને “ભલી ભાવના ભેટિવા”, “જમીં જાગતી જાદવા જોઇ”, “વેલડી વેગિ વાધી, “ભ લીલા લહુ લારિછ ઈત્યાદિ પદાવલિ વર્ણાનુપ્રાસથી મંડિત થયેલી છે.