________________
૪
મહાકવિ શ્રી શેખરસૂરિ-ભાગ ૨
વિવરણ કવિ શ્રી જયશેખરસૂરિ આદિનાથ પ્રભુની વિનતીને પ્રારંભ કરતાં કહે છે કે શ્રી ઋષભદેવ પ્રભુ અદભુત અને અવનવા શોભે. છે. એમનાં દર્શનથી અનાયાસે જ પાતકરૂપી પક છેવાય છે.
હે પ્રભુ! મને બીજી કશી ખબર નથી તે પણ મનની અંદર આપને ગ્રહણ કરીને જ રહું છું. હવે એક ઘડી પણ આપને મૂકીશ નહીં. સુકૃતરૂપી વેલડીને હાથમાં મેળવીને હવે હું ઈશ નહીં.
મમતા છેડીને કેટલાક દેવતાઓ કેધિત દેખાય છે. તેઓ શું સારા દેખાય છે? મદન મત્સરમાં જેઓ રમતા નથી, પરત જેઓ હૈયામાં જ રમે છે તેવા દેવતાઓ જ મને ગમે છે.
નિર્મલ એવા આપના ધર્મને પ્રાપ્ત કર્યા પછી જે કંઈ મનુષ્ય મનમાં વિપરીત ભાવ લાવે છે તે અમૃતને છોડીને વિષનું પાન કરે છે, અથવા હારને ત્યજીને સર્પને ગળામાં ધારણ કરે છે.
ખરેખર! કુગુરુનાં વચનથી જેઓ ભૂલેલા છે તે સર્વે ભવરૂપી મહા જંગલમાં ભમ્યા છે. જ્યાં સુધી આપની ચરણસેવાને ગ્રહણ ન કરે ત્યાંસુધી શિવશ્વાસ પ્રાપ્ત કેમ થાય?
જેમના જીવનમાં પહેલાં સ્વભાવથી બાળકબુદ્ધિ હતી, ત્યારપછી સુંદર કાવનમાં ચાર કષાની વ્યાકુળતા હતી અને હવે વૃદ્ધાવસ્થા પણ દુઃખને જ પ્રાપ્ત કરાવે છે, આવા દબુદ્ધિ મનુષ્ય છે પ્રભુ! આપને કેવી રીતે ઓળખી શકે?
આપના ચરણોમાં મસ્તક નમાવવાથી મસ્તક પણ શોભાને ધારણ કરે છે. આપનું મુખ જેવાથી નયને સફલ થાય છે. હે ઋષભદેવ પ્રભુ! આપ એવી કૃપા વરસાવે કે જેથી સદા હું આપની પાસે જ વસ્.
શ્રી ઋષભદેવ ભગવાન એટલે કે શ્રી આદિનાથ પ્રભુને બેધીને લખાયેલી આ વિનતીમાં કવિ દર્શાવે છે કે કામ, ક્રોધ, મદ, મત્સરને કારણે દેવતાઓ પણ પ્રભુ-ભક્તિ કરવાને અપાત્ર બને છે. વળી જેઓ જન્મથી ધર્મ મળવા છતાં બાળપણમાં, યૌવનમાં કે