________________
મહાકવિ શ્રી જ્યરેખરસૂરિ - ભાગ ૨ આદિ તુમ્હારિ જગિ કુણ જાણુઈ, મતિ વિશુ માણસ કિસઉં વખાણુઈ, હઉં પણિ સહજિ અજાણ કામધેનુ તીહ પત્ત ધરંગણિ, કરયલિ વડિલ કરિ ચિંતામણિ, ફિલિયઉ અમરહંસા, દેવ દયા ભાવકિ ભજશું, હું તુઉ થંભણુપુર મંડણ પાસનાહુ ચલસા (૪) ઈતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી થાંભણ વિનતી.
વિવરણ થંભણપુરી[સ્તંભનપુર – હાલ ખંભાત]ના મઠનરૂપ તથકર ભગવાન શ્રી પાર્શ્વ જિનેશ્વર વિશેની આ રચના છે.
અશ્વસેન રાજાના કુલરૂપી કમળ માટે સૂર્યસમાન, ભવરૂપી બીજને ઉખેડનારા, મેહરાજાની લક્ષમી ઉપર પ્રહાર કરનાર એવા હે હવામી! ત્રિભુવનમાં આપને પ્રતાપ અખંડ વતે છે. ભાવિજનેના મનને આનંદ આપનારા, ભવભયરૂપી ભીડને સારી રીતે ચૂરનારા, મનવાંછિત સવ સંપદને પૂરનારા, હે પ્રભુ! માર કલ્યાણ કરે !
શ્રી પાર્શ્વપ્રભુને વંદન કરી કવિ સ્તંભનપુરની નીલવણ પ્રતિમાનો ગૌરવવતે ઈતિહાસ વર્ણવે છે. જેને માન્યતા અનુસાર આ પ્રતિમા ઉત્સર્પિણી દરમિયાન ગઈ વીશીમાં ભરાઈ હતી. પશ્ચિમ દિશાના સ્વામી વરુણ થંભનપુરીના આ પ્રતિમાની અગિયાર લાખ વર્ષ સુધી આરાધના કરીને આપના ચરણોમાં મસ્તક નમાવ્યું છે.
હૈયાના નિમલ ભાવથી નાગલોકના સ્વામી વાસુકીએ પૃથ્વી ઉપર આવીને, હે સ્વામી ! આપની ૮૦ હજાર વર્ષ સુધી સેવા કરી છે. પછી તે પ્રતિમાની નિરંતર સાત માસ નવ દિવસ સુધી. દશરથનંદન રામે પૂજા કરી હતી.