________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨
કવિની આ વિનતીએ વાંચતાં એની સચાઢતાની છાપ આપણા ચિત્તમાં તરત અકિત થાય છે. કવિ પાસે શબ્દ ઉપરનુ પ્રભુત્વ છે. પ્રાસ-રચના તા કવિ રમતાં રમતાં સરસ અને સાહજિક રીતે કરે છે. કેટલીક રચનામાં તે યમકસાંકળી પણ ગૂંથી લેવામાં આવી છે. આવી અનુપ્રાસયુક્ત શબ્દસકલના, અ ચમત્કૃતિ પણ આણે છે. કયારેક કવિ ઉપમાદિ અલ કારા ઉપરાંત વિશેષ, વિધાભાસ, શ્લેષ વગેરે અલ'કારા પણ સાહજિકતાથી પ્રચાજે છે. કવિની પાસે અભિનવ કલ્પના છે અને એને લીધે અસ્ખલિતપણે વહેતી એમની વાણીમાં તાણીના અનુભવ થાય છે. કોઈ કાઈ સ્થળે જૂના શબ્દ ઘસાઈ ગયા હોવાના લીધે કે કાળગ્રસ્ત થયા હૈાવાને લીધે અથ ખાધ તરત થતા નથી. ક્યાંક દુર્ગંધતા જણાય છે. તેમ છતાં આ બધી. રચના રસિક અને આસ્વાદ્ય બની છે. એકના એક વિષય ઉપર એક કરતાં વધુ રચના કરવામાં કવિની કસેાટી થાય છે. કવિ શ્રી જયરશેખરસૂરિની આ વિનત્તીઓમાં, કેટલાક વિષય ઉપર એક કરતાં વધુ વિનતી લખાઈ હાવા છતાં એમાં પુનરુક્તિના દોષ જોવા નથી મળતા એ જ કવિની વિશિષ્ટ શક્તિની પ્રતીતિ કરાવવા માટે પર્યાપ્ત છે.
२२४
કવિ શ્રી જયશેખરસૂરિની આ વિનતીએ પ્રકાશિત થશે ત્યારે આપણા મધ્યકાલીન ગુજરાતી સ્તવન સાહિત્યમાં તે જરૂર મહત્ત્વનુ સ્થાન પ્રાપ્ત કરશે.
વિનતીના અનુમ :
૧ શ્રી નેમિનાથ વિનતી
૨ શ્રી થાંભણા વિનતી
૩ શ્રી આદિનાથ વિનતી ૪ શ્રી પાર્શ્વનાથ વિનતી
ૐ અહીં આ વિનતી ચાણુમ્માની હસ્તપ્રતિને આધારે મૂળ પાઠે અનુસાર આપવામા આવી છે અને તે સાથે તેનુ અથ'વિવરણુ પણ આપવામા આવ્યું છે.