________________
૨૧૮
મહાકવિ શ્રી જ્યશખરસૂરિ-ભાગ ૨ ફાગુની રચનાને પિતાને આશય તેઓ સ્પષ્ટ જણાવે છે. જુઓ:
પણમિય શિવગતિગામીય, સામીય સવિ અરિહંત સુર નરનાહ નમસિય, સિય સયલ દુહત. ૧ ગાઈસુ મણ અણુશગિહિ, કાગિહિ નેમિકુમાર જિણિ જગિ સયલ વિદીત, છતઉ ભુજખલિ મારુ૨
પ્રથમ નેમિનાથ ફાગુની જેમ આ દ્વિતીય નેમિનાથ ફાગુને. વર્ય વિષય એને એ જ રહ્યો છે, તેમ છતાં અતિશ્યમકની વિશિષ્ટ રચના, ઉપમાદિ અલંકારે, વસંતવિહારનું વર્ણન વગેરેની બાબતમાં કવિની વિશિષ્ટ નિરૂપણુશક્તિની પ્રતીતિ થાય છે. કવિએ બે ફારુંકાવ્ય લખ્યાં હેવા છતાં એ એકબીજાનાં અનુકરણાત્મક બન્યાં નથી, એ આનંદની વાત છે અને કવિને યશ અપાવે છે.
કવિ આરંભની કડીઓમાં નેમિનાથને પરિચય કરાવે છે. અને ત્યારપછી વસંતઋતુની પધરામણી થતાં યાદવ યુવક-યુવતીઓની. વસતક્રીડાનું વર્ણન કરે છે. જુઓ :
વિહસિય રતિપતિ ઋતુપતિ, તલ અવતરિ વસંત ભુવણ પણજય સમુહુ, વસ્સહુ ચલિલ હસંત. ૯ રાગ વસંતહ અવસરુ, નવસરુ જાણિય ગાઈ ફલિ દલિ કુસુમિહિ સહઈ, મેહઈ મનુ વનરાઈ. ૧૦
મલયસમીર, સહકારની મંજરી, કેયલને પંચમસૂર, ભમર, ચંદ્રકિરણે, ચંપક, દાડમ વગેરેના નિર્દેશ સાથે કવિ વસંતના પરિવેશનું એક પછી એક કડીઓમાં શબ્દચિત્ર આલેખે છે. આવા આલેખનમાં કવિ “વસંતવિલાસ”ની યાદ અપાવે એવી સરસ મધુર, સહજ, પ્રાસાદિક, આંતરયમકયુક્ત શબ્દની સંકલના કરે છે. કવિની. અતિરયામકની રચના તથા વર્ણાનુપ્રાસ કેવાં સુરેખ અને આસ્વાદ્ય બને છે તેના ઉદાહરણ તરીકે નીચેની કડીઓ જુઓ: