________________
૧૯૪
મહાકવિ શ્રી જયશેખર રિ- ભાગ ૨ ઊંધા થઈ જાય છે. સુવર્ણકમલો પર ચરણે સ્થાપે છે. એવા અરિહંત રાજાની આજ્ઞાને જો વિવેક અનુસરે તે કાર્યસિદ્ધિ કરી શકશે.”
નિવૃત્તિ અને વિવેક અરિહંત રાજાની આજ્ઞાને પાળી તેમને પ્રસન્ન કરે છે. પિતાને પુત્ર આવા મહાન છે એ વિચારી નિવૃત્તિ હર્ષિત થાય છે તે વિચારે છે કે જેની પાસે પુત્ર નથી તે પતિ અને પત્ની અને દાસ-દાસી સમાન છે. પ્રિય વિના સ્ત્રી અંધારી રાત્રિ જેવી છે પરંતુ જેને પુત્રરૂપી દી ઝળહળે છે તેનું જીવન , દિવાળી સમાન પ્રકાશિત બને છે. | નિવૃત્તિ પિતાના પુત્રને હિતશિક્ષા આપતાં કહે છે, “હે વત્સ! આ નગરીના નિરંજન રાજાને સ્થિર થઈને આરાધ જેથી મેહરૂપી મહાન સુભટને નાશ કરી શકાય.” કુમાર પણ માતાને કહે છે, “હે માતા! હું આપના દ્વધા અને સાકર જેવા વચને સાંભળી ઘણે આનંદિત થ છું. તેને કયારે પણ લોપ કરીશ નહીં.”
હવે વિવેક અરિને ઉછેદ કરવા તૈયાર થાય છે. અરિહંત રાજા વિવેકને પુણ્યરગ પાટણ નામની નગરીને રાજા બનાવે છે. તત્વચિંતન પટ્ટહસ્તિ ઉપર આરૂઢ થઈ વિવેક નિવૃત્તિ અને સુમતિને સાથે લઈ આડંબરપૂર્વક નગરીમાં પ્રવેશ કરે છે. પુયરંગ પાટણમાં વિવેકની આશુ વતે છે. તેથી પાખંડીઓ પ્રાણ નો ત્યાગ કરે છે. જ્ઞાન-તલાર રાજ્યનું રક્ષણ કરે છે.
આ બાજુ મહારાજા વિચારે છે કે “મારા પિતા મૂર્ણ છે કે જેમણે વિવેકને જીવતે રાખે છે. ઉંદર અને સાપ સમાન અમારા અને ભાઈઓને નેહ છે. તેથી મારે વિવેકને મારી નાખ જોઈએ. વિવેકને શોધવા પિતાના ચાર પુરુષને મહારાજા મોકલે છે. દંભાદિ સેવકે પૃથ્વી પર વિવેકને શોધવા ભમે છે. વિવેક પુણ્યરગ પાટણમાં છે તે જણાતાં તેઓ પુણ્યરંગ પાટણનગર તરફ જાય છે પરંત જ્ઞાન-તલાર તેમને રોકે છે, જેથી દંભ ત્યાં રોકાય છે અને