________________
*પ્રથમ અને દ્વિતીય નેમિનાથ ફાગુકાવ્ય
૨૧ પ્રથમ નેમિનાથ ફાગુ આ ફાગુકાવ્યો વાંચતાં, એના અંતર્યામકની રચના અને • ભાષાની પ્રોહિ જોતાં પ્રથમ દષ્ટિએ જ એવી છાપ પડે છે કે કવિ - જયશેખરસુરિની આ કૃતિ ઉપર સુપ્રસિદ્ધ ફાગુકાવ્ય “વસંતવિલાસ'
ને ઘણો પ્રભાવ પડયો હશે. (અથવા “વસંતવિલાસ” અને આ ફાગુકા બનેને નિશ્ચિત રચનાકાળ નક્કી થાય તે કયા ફાગુકાવ્યની અસર કેના ઉપર પડી છે તે જણાય) “વસંતવિલાસ અને પ્રભાવ પડ્યો હોય તે પણ જયશેખરસુરિત આ નેમિનાથ ફાગુકાવ્ય એક સ્વતંત્ર, સમર્થ અને આસ્વાદ્ય એવું ઉત્તમ ફાગુકાવ્ય છે એમ આપણને સ્પષ્ટપણે પ્રતીત થાય છે.
૫૭ કડીના આ ફારુકાવ્યમાં કવિએ અંતિમ કડીમાં પિતાના નામને ઉલેખ ગૂંથી લીધા છે. જુઓ:
નિજ યશ દિસિ દિસિ વ્યાપએ થાપએ ચઉવિત સંઘ, સુરઉ તેહ જ સામિય ધામિય કામિય રંગ, કવિ તુ વિનેહિહિ સિરિ જય સિરિ જયસેહરસુરિક જે ખેલઈ તે અહ પર સંપદ પામઈ પૂરિ. ૫૭
પ્રથમ કડીમાં કવિ સુગુરુની આશિષ સાથે વિષયની માંડણી કરે છે અને દ્વારિકા નગરીનું વર્ણન શરૂ કરે છે. શ્રીકૃષ્ણ અને નેમિનાથનાં બળ અને પરાક્રમનું વર્ણન કરવા સાથે કવિ નેમિનાથને પરિચય કરાવે છે. જુઓ :
તસ બંધવ ભવભજન અંજન પંજ સમાન નામિયઈ નાથ સચેતનિ કેનિ સંખ પ્રધાન સમુદ્રવિજય શિવાનંદન ચંદનવચન વિલાસુ નેમિ જિણેસર નિત નિત ઉન્મત મહિમ નિવાસુ. ૪ સંખ મુખિઈ જિણિ પૂરિય ભૂરિય હરિ મનિ જપુ ટેલ ટલwઈ રૈવત દૈવત મનિ આપ