________________
કત્રિભુવનદીપક પ્રબંધ
૧૯૭ ગુરુજેશી ગયા પરંતુ વિવેક “એ પત્નીના ભતર થવાની પિતાની ઈચ્છા નથી” એમ મત્રીને જણાવે છે. બે પત્નીના પતિને કેવું સુખ હોય છે તે બતાવતા કવિ લખે છે : અહીં કિમ પરણુઉ સંયમસિરી? ઈક છઈ આગઈ અનેઉરી; ની ન સૂઈ ભૂષ ન જિમ, કલિ ભાગઉ ઘર બાહરિ ભગઈ જીણુઈ નારી દઈ પરિગ્રહી, દઈ ભવ વિણઠા તેહના સહી. ૧૮૩ બિ કી જઈ જઈ કિમઈ કલત્ર, મનસા હેઈ સહી વિચિત્ર ઈક આઘી ઈક પાછી કરઈ, તિણિ પાર્થિ નર ગૂડા ભરાઈ. ૧૮૪ એક ઘરણિ તાં ઘરની મેહિ, બીજી હુઈ ત૭ વાધી વેહિક બિહુ નઉ મન છોચરતુ રૂaઈ, પછઈ પચ્છાતા બલઈ. ૧૮૯
આ વિચાર વિવેકરાયની પ્રથમ સુમતિ રાણી સાંભળે છે ત્યારે તે કહે છે કે “સર્વ સીએ સમાન નથી હોતી. કુલીન અને અકુલીન સ્ત્રીઓમાં ભેદ હોય છે વળી મારી જે શકય આવશે તેની સાથે હું પ્રેમથી રહીશ. જેમ આપની આજ્ઞા હશે તે પ્રમાણે અમે બન્ને કાર્યો કરીશું. માટે આપ આનંદથી સંયમશ્રીને પરણે.” આ પ્રમાણે સુમતિ વિકરાજાને ફરી પરણવાની પ્રેરણા આપે છે.
પત્નીની પ્રેરણાથી પ્રેરાયેલે વિવેકરા પરણવા તૈયાર થાય છે. તે માટે શુભાધ્યવસાય નામના સુભટને અરિહંત રાજા પાસે સંયમશ્રીનું મારું કરવા એકલે છે.
આ બધા સમાચાર આપી દંભ મહારાજાને સાવધાન કરે છે. દિવસે દિવસે વિવેકના રાજ્યને વિસ્તાર વધતું જાય છે તે સાંભળી મહારાજા ભ અનુભવે છે અને વિવેકને જીતવા વિચાર કરે છે, મહાજાને ચિંતાતુર જોઈ તેને માટે પુત્ર કામ પિતાનું શૌર્ય દર્શાવી યુદ્ધ માટે આજ્ઞા માગે છે. તે કહે છે કે “પિતાજી, હું નાને છું એમ ન વિચારતા, કારણ કે સિંહનું બચ્ચું નાનું હોય છે એમ છતાં હાથીને હણે છે?