________________
૧૯૮
મહાકવિ શ્રી જ્યરેખરસૂરિ-ભાગ પર મેહરાના પિતાના આવા વીર પુત્રને આશીર્વાદ આપી ચુદ્ધ કરવાની અનુજ્ઞા આપે છે. કામકુમાર પિતાના વિશાળ પરિવાર સાથે પ્રયાણ કરે છે. આઠ મદરૂપી હાથીએ, પાંચ ઈદ્રિયરૂપી ઘડાઓ, કુવિકલ્પરૂપી મહાન રથ, સાત વ્યસનરૂપી સૈન્ય તેની સાથે છે. તે સમયે વિકથારૂપી પ્રયાણની ભેરીને અવાજ થાય છે. ,
કામ જયાં જયાં જાય છે ત્યાં દરેકમાં કામવાસના જાગ્રત કરી બધાને વશ કરે છે. બ્રહ્યલોકમાં બ્રહ્માને વશ કરે છે સાવિત્રીને સ્વીકાર કરાવીને, કૈલાસપતિ શંકરને પાર્વતી સાથે જોડી દઈને, ગૌતમ વગેરે ઋષિઓને પણ એક એક સ્ત્રી અગીકાર કરાવીને તે મહારાજાની આણ સ્થાપે છે, કામકુમાર ત્યાંથી પુણયરિંગ પાટણ તરફ પ્રયાણ કરે છે. પુણ્યરંગ પાટણમાં વિવેકને આ સમાચાર મળતાં તરત જ પિતાના મિત્ર વિચારને કહે છે કે “હમણાં મારે મોહના પુત્ર કામકુમાર સાથે યુદ્ધ કરવું તે યોગ્ય નથી, પરતું સંચમશ્રી સાથે પરણ્યા પછી અવસરેરિત યુદ્ધ કરીશ.” આમ પિતાની ઈચ્છા વિચાર મિત્રને જણાવે છે ત્યાં જ અરિહત રાજા પાસે મોકલેલા શુભાધ્યવસાય આવી પહોંચે છે અને વિવેકને કહે છે કે “આપા પ્રવચનપુરીમાં પહોંચી જાઓ? તે સાંભળી વિવેકરા મિત્ર વિચારને લોકેની સંભાળ કરવાનું સેપી તથા પિતાની પાછળ લઈ આવવાની શિખામણ આપી પ્રવચનનગરીમાં જાય છે. પાછળ નગરકેને સાથે લઈ વિચાર પણ પ્રવચનનગરીમાં જાય છે.
કામદેવના શત્રુઓ પુણ્યરંગ પાટણમાં ફરી વળે છે. પ્રમાદી કે જે ત્યાં રહ્યા હતા તે બધા કામવશ બની જાય છે. આમ, કામકુમાર ત્રિલેકમાં વિજય મેળવે છે પરંતુ વિવેક ઉપર વિજય નથી મેળવી શકતે. વિવેક નાસી ગયા છે તે વાત કામકુમારે જાણી, “નાસી ગયેલાની કેડ શી કરવી? વળી પ્રવચનનગરીમાં જવાનો. પિતાનો આદેશ નથી. જેથી હવે નિજ સ્થાનકે જાઉં એમ કહી બિરુદાવલી બોલાવતે કામકુમાર પાછા ફરે છે. અવિયા નગરીએ