________________
૨૦e
મહાકવિ શ્રી યશેખરસુવિ- ભાગ ૨ રાખે છે. કળિકાળને પિતાનાં વચને પ્રમાણે વર્તન કરતે જોઈ મેહતું સૈન્ય મત બને છે. કળિકાળ પ્રવચનનગરીમાં કેર વર્તાવે છે. સુનિવરોમાં કુમેળ વધે છે. તેઓ છવાજીવને વિચાર કરતા નથી. નમસ્કાર મહામંત્રમાં તેમને વિશ્વાસ રહ્યો નથી. તેઓ સુદ્રમંત્રોને અભ્યાસ કરે છે. ભાષાસમિતિ તે દૂર નાસી ગઈ છે અને ત૫, ઉપશમ તે જાણે પૂરમાં તણાઈ ગયાં છે. કુલવાન સ્ત્રી ઘર છોડી બહાર રમે છે. આવશ્યકની વાતે ગમતી નથી. શુંગાર ગમે છે. પરંતુ ગુરુને ઉપદેશ ગમતું નથી. આમ ઘણા પુરુષને કલિયુગે વશ કર્યા વળી મુક્તિપુરીમાં જે જતા હતા તેને પણ કલિકાલે ગ્રહણ કર્યા, તેથી તેઓ મોહ પાસે જઈને રહ્યા. વળી કેટલાક પરમેશ્વર પાસે આવી કર જોડી પિકાર કરવા લાગ્યા, “આપ અમારાં માતાપિતા છે. આ સંતાપથી અમને ટાળે, અને ભવરૂપી જંગલથી પાર ઉતારશે
આ પ્રમાણેનાં વચને સાંભળીને જિનેશ્વર પ્રભુ વિવેકને મેહ રાજાના દળનું નિર્દેશન કરવા વિલંબ ન કરવાનું જણાવે છે. અને સંયમશ્રી સાથે પરણવાનું જણાવે છે. આ સંયમશ્રી મહાન વીસ્કુળમાં પિતા થયેલી છે અને પિતે પણ શુરવીર કન્યા છે. વીર પુરુષને જ વરવાની ઈચ્છાવાળી છે. તેની સાથે પરણવાથી જ્ઞાનકળાઓ વૃદ્ધિ પામે છે. ઇકો દેવો પણ મનની શુદ્ધિપૂર્વક સેવા કરે છે. આઠ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આમ સંયમશ્રીની શ્રેષ્ઠતા અને દુષ્કાપ્યતા અરિહંત પ્રભુ વિવેકને સમજાવે છે અને વીરચરિત્ર પ્રગટાવવાથી સંયમશ્રીની પ્રાપ્તિ જણાવે છે. કુમાર પણ સ્વામીને કહે છે કે
આપણું સભામાં તે નારીને લાવે. આપનું નામમંત્ર હેયે ઘરીને વીરતાને પ્રગટ કરી
ત્યારપછી વિવિધ વાજિંત્રો વાગે છે, નારીઓ ઓવારણું લે છે. વીર વિવેક પરણશે તેથી સાજને ઉતાવળા થયા છે. લકે કહે છે કે આ વર વિવેક કેવી રીતે વિકરાલ વાઘનું દમન કરશે? કેવી રીતે અકિનની જવાળાને પીશે? કેવી રીતે આધાર વગર ગિરિને