________________
ત્રિભુવનદીપક પ્રબંધ
૧૯૯ પહોંચે છે. ત્યાં મહત્સવ થાય છે. કામકુમાર માતાપિતાને પ્રણામ કરે છે ત્યારે માતા હર્ષિત થઈ શુભાશિષ આપે છે. મેહરાના કામકુમારને ખેાળામાં બેસાડે છે અને ત્રિલેક જીતવાનું વૃત્તાંત પૂછે છે. ત્યારે તે અવસરે કામકુમારને મિત્ર કામકુમારે કરેલા વિજ્યનું વૃત્તાંત વર્ણવે છે. એ સમયે પાપકૃત નામને ભટ્ટ મદનકુમારના છંદ ભણે છે. પુત્રનું આવું પરાક્રમ સાંભળી નરનાથ આનંદિત થાય છે. પરંતુ “વિવેક જીવતે ગયે તે ત્યાં સયમશ્રીને પરણું પિતાના વંશનું નિકંદન કરશે' એમ વિચારથી ક્રોધિત થાય છે. એ સમયે કેઈ એક પ્રતિહાર રાજસભામાં આવી કર જોડી મહરાજાને નમસ્કાર કરે છે અને કહે છે કે કઈ ગુણવાન પુરૂષ આપને મળવા ચાહે છે. મહારાજા આજ્ઞા કરે છે કે તેને જલદીથી રાજસભામાં લઈ આ. રાજાની આજ્ઞા થતાં તે પુરુષ રાજસભામાં આવે છે તેનું વિકરાળ રૂપ જોઈને મહારાજા ડરી જાય છે.
તેના રૂપનું વર્ણન કરતાં કવિ લખે છે : તસુ સિરિ બાબરિયાલિ ઝાંટિ, હુરલઉ જિસિહ દિસિ કીધલ ખાંટિ, ભુઈ કંપાવઈ મહી પાય, રાતે નયણિ બહાવઈ રાય, વિકટ વચન કર ચરણ અઘેર, સાજાલ જાણે છઈ દેર. ૨૫ તેનું રૂપ કાલ વિકરાલ, દેશી ચમકિલ મનિ ભૂપાલ
પછી તે પુરુષ નેહરાજાને પ્રણામ કરે છે ત્યારે રાજા તેનું નામ પૂછે છે. તે કહે છે, “હે સ્વામી ! મારું કલિકાલ નામ છે. અને આપ જે આજ્ઞા આપિ તે આપની પાસે રહેવા ઈચ્છું છું. વળી આપના જે અરિહંત રાજા શત્રુ છે તે મારા પણ શત્રુ છે. તેથી તેને હું નાશ કરવામાં આપને સહાય કરીશ. મુક્તિમાર્ગને ભાંગી નાંખીશ અને વીરવિવેકને પણ હરાવી દઈશ. પ્રવચનનગરીને નાશ કરીશ, જ્ઞાનતલાશ-રક્ષકને હણી નાંખીશ. ઉપશમ, સંવાદિ શત્રુએને પણ નાશ કરીશ.” આ પ્રમાણે મહરાજાને કલિકાલ કહે છે, કલિકાલનાં આવાં વચન સાંભળીને મોહરાના પિતાના રાજ્યમાં તેને