________________
“ત્રિભુવનદીપક પ્રબ ધ
નિવૃત્તિ અને વિવેક પિતાને રહેવા અનુકુળ સ્થળ શોધે છે. ફરતાં ફરતાં તેઓ પ્રવચન નામની નગરીમાં આવે છે. રળિયામણા નગરને જોઈને વિવેક માતાને કહે છે કે આપણે અહીં વિસામો લઈએ. માતા-પુત્ર અને શમ-દમ નામના વૃક્ષની છાયામાં બેસે છે. ત્યાંના કુલપતિ વિમલાને જોઈને નમસ્કાર કરે છે. નિવૃત્તિ હાથ જોડીને વિમલબોધને પૂછે છે કે “હું મારા પુત્રને સુખી ક્યારે જોઈ શકીશ?”
કુલપતિ વિમલબોધે વિવેકકુમારને જે અને મેળામાં બેસાડો. કુમારનાં લક્ષણે જોઈ કુલપતિ આનંદિત થયે. પછી નિવૃત્તિને કહે છે કે “આ કુમારની તેલે અન્ય કેઈ નર નથી. પરંતુ મારૂ એક વચન માને. કવિ લખે છે:
એ એટલે હું સુખિ વિલસંતુ દેષિસુ કેતઈ કાલિ? કુલપતિ કુમર આલેકિ૭ એ, આપણુઈ ઘરિ ઉરછગિ, લખુ કરી લક્ષણ એલખિયાં એ, ઊલટ માઈ ન અગિ. હરષિ મહારિષિ ઈમ બેલઈ ઉદયવંતુ એ કુમર અવરુ ન એહ ન તેલઈ જઈ ૭૬
વિમલબોધ કહે છે કે “દેવીઓ, અપ્સરાઓ પણ જેને નમે છે એવી મારે સુમતિ નામની પુત્રી છે. તેને જે વિવેક પરણે તે તે સુખી થઈ શકે. નિવૃત્તિ તો રાજી થાય છે કે “હું તે રહેવા સ્થળ શોધતી હતી, પણ આ તે મને વહુ પણ મળી ગઈ.” કવિ લખે છેઃ ઘવરમાણે એ વૃત ઢલિલ, થાહર જતાં સગપણ મિલિઉં? ૭૯
વળી વિમલબોધ કહે છે કે “આ પ્રવચનનગરીને અરિહંત રાજા છે. ચોસઠ ઇદ્રો તેમની સેવા કરે છે. કરોડ દેવે તેમને નમસ્કાર કરે છે. મુક્તિ અને ભક્તિના દાતાર છે. મણિમય ત્રણ ગઢ ઉપર તેમને વાસ છે. વગાડયા વગર જ વાજિંત્રો વાગે છે. ગગન. - પ્રમાણ દવજ ફરકી રહ્યો છે. ધર્મચક્ર પૃથ્વી પર ઝળહળે છે. કાંટાઓ એ.. ૧૩