________________
૧૯
“ ત્રિભુવન્નદીપક પ્રબંધ ભાષાપ્રભુત્વનો તથા એની કવિપ્રતિભાને વિજય છે. કાવ્યનો છેબંધ દુહા, ચોપાઈ વસ્તુ, છપ્પય આદિ માત્રામેળ છમાં તથા ગીતામાં થયેલો છે. કાવ્ય નામે ઓળખાતા અશુદ્ધ ભુજગીને પણ કેઈ ઠેકાણે પ્રચાગ છે. અક્ષરના, રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત, છતાં એમાં લેવાતી છુટ ભેગવતું પ્રાસયુક્ત ગદ્ય – જે બેલી નામે ઓળખાય છે તે પણ એમા પ્રસંગોપાત્ત આવે છે.*
આમ, “ત્રિભુવનદીપક પ્રબંધ” એ “પ્રધચિંતામણિનું અનુસર્જન છે એ તે સ્પષ્ટ જ છે તેમ છતાં મહાકવિની પ્રતિભા ધરાવનાર કવિ જયશેખરસૂરિનું ગુજરાતી ભાષા ઉપરનું પ્રભુત્વ પણ એટલું જ અસાધારણ છે એ “ત્રિભુવનદીપક પ્રબંધ” વાંચતા આપશુને પ્રતીત થાય છે. કદાચ કોઈને જે “પ્રબોધચિંતામણિ”ની વાત કરવામાં આવી ન હોય અને તેવી અધિકારી વ્યક્તિ “ત્રિભુવનદીપક પ્રબ” વાંચે તે આ કૃતિ એક સવતંત્ર સમર્થ સમકૃતિ છે એવું તેને જણાયા વગર ન રહે. એટલે કે કવિની મૌલિક સર્જકપ્રતિભા સહજ રીતે જ આ “ત્રિભુવનદીપક પ્રબંધમાં ખીલી ઊઠી છે.
આમ, “ત્રિભુવનદીપક પ્રબંધ” આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક મહત્તવની, માસૂચક સ્તંભ જેવી ઉત્તમ કાવ્યકૃતિ છે અને સુદીધ, સવિસ્તર રૂપકકથા કાવ્યમાં એની તેલે આવે એવી બીજી કઈ કૃતિ હજુ જોવા મળી નથી.
* “ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ', - ભાગ ૧
૫ ર૭૮, સંપા. જોશી, રાવળ, શુક્લ