________________
વિ યોજના છે. જે
૬ ત્રિભુવનદીપક પ્રબળ લખેલી હોય તેવું પંડિત લાલચંદ ગાંધી વગેરે વિદ્વાનેને જણાયું છે. “પ્રબોધ ચંદ્રોદયની સામે પછીના સમયમાં કવિ પદ્યસુદરે જ્ઞાનચંદ્રોદય અને વાદિચંદ્ર “જ્ઞાનસૂર્યોદય' નામનું નાટક લખ્યું છે. તેવી રીતે કવિ જ્યશેખરસૂરિએ “પ્રધચિંતામણિ” અને “ત્રિભુવનદીપક પ્રબંધની રચના કરી છે. સં. ૧૬૮૫ માં પ. ધર્મમંદિરે મેહ અને વિવેક રાસ”ની રચના કરી છે. તથા દિગમ્બર કવિ બ્રહ્મચારી જિનદાસે “પરમહંસ કથાની રચના કરી છે અને તેના ઉપરથી મરાઠીમાં પડિત સૂરિજને પણ પરમહંસ કથાની રચના કરી છે.* આમ “પ્રબોધચિંતામણિ” અને “ત્રિભુવનદીપક પ્રમધના. આધારે અન્ય કૃતિઓની જે રચના થઈ છે તે ઉપરથી આ રૂપકાત્મક કથાએ તત્ત્વજ્ઞ પંડિત કવિઓનું ધ્યાન કેટલું આકળ્યું છે તે જોઈ શકાય છે.
તથા વિના
ગુજરાતી ભાષામાં આ કૃતિને પ્રકાશમાં લાવનાર “પરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્યના સંપાદક સવ. કેશવલાલ ધ્રુવ લખે છે : “કવિની પ્રતિભા વસ્તુની ગૂંથણીમાં, પાત્રની યોજનામાં અને રૂપકની ખિલવણમાં એકસરખી વિજયશાળી નીવડે છે. કાર્યને વેગ તથા સંવિધાનનું ચાતુર્ય વાંચનારનું કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે.'
આ કૃતિનું ત્યારપછી પાઠાંતરે સહિત સંપાદન કરનાર પં. લાલચંદભાઈ ગાંધીએ તેના ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડ્યો છે. અને તેમણે “ત્રિભુવનદીપક પ્રબંધને મધ્યકાળની એક ગણનાપાત્ર કૃતિ ઓળખાવીને લખ્યું છે કે “કવીશ્વર જયશેખરસૂરિએ પરપ્રવાહિના મિશ્યાવાફ પ્રહારના પ્રતિકારરૂપ, લેકપ્રચલિત પાખંડ અને લેકોસર ધર્મના સત્ય સ્વરૂપને પ્રકાશિત કરનાર સંસ્કૃત “પ્રબોધચિંતામણિની અને ગુજરાતી આ “ત્રિભુવનદીપક પ્રમ”ની રચના કરી
૪ જુઓ ઃ મરાઠી દૈનિક “સત્યવાદી અને અગ્રલેખ, તા ૧૪-૧૨-૧૯૮૦