________________
૧૮૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ હોય એમ એ ગ્રન્થનું તુલનાત્મક દૃષ્ટિએ નિરીક્ષણ કરતાં જણાઈ આવે છે.*
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રૂપકના પ્રકારની જુદી જુદી કૃતિઓની રચના થઈ છે તેમાં “ત્રિભુવનદીપક પ્રબંધની પૂર્વે ખાસ કઈ રચના જોવા મળતી નથી, પરંતુ ત્રિભુવનદીપક પ્રબંધ' પછી આત્મરાજ રાસ (કવિ સહજસુંદરકૃત), “મેહ વિવેકને રાસ (સુમતિરંગકૃત), “વિવેક વણઝારે” (પ્રેમાનંદ કૃત), વ્યાપારીરાસ” (જિનદાસકૃત), જીવરામ શેઠની મુસાફરી (જીવરામ ભકૃત) વગેરે સળંગ રૂપકના પ્રકારની રચનાઓ થયેલી છે. ડે. ભેગીલાલ સાંડેસરા કહે છે તેમ “ગુજરાતીમાં પણ ત્યાર પછી વાણિજ્યમૂલક અને પાડ્યુષ્યમૂલક અનેક નાનાંમોટાં રૂપ લખાયાં છે, પણ તેમાંનું કોઈ યશેખરસૂરિના ઉક્ત કાવ્યની બરાબરી કરી શકે તેમ
નથી. *
સ્વ. કેશવલાલ ધ્રુવ આ રૂપકકાવ્યથી એટલા પ્રભાવિત થયા હતા કે એમણે લખ્યું છે કે “સંસ્કૃત કવિ તરીકે જયશેખરસુરિનું જે સ્થાન હોય તે હે, પણ ગુજરાતી કવિ તરીકે તે તેમને દરજજો ઊંચો છે. આ એક જ ગુર્જર કાવ્યથી જૈન કવિ પ્રથમ પંક્તિના સાહિત્યકાર બને છે. જૈનેતર સાહિત્યની જેમ જૈન સાહિત્ય અકલેચૌટે ગવાયું હેત તે જયશેખરસૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદના જેવી પ્રસિદ્ધિ લેકમાં મેળવી હત.*
ભેગીલાલ સકિસરાએ આ રૂપકકાવ્યની મહત્તા દર્શાવતાં લખ્યું છે કે “રૂપકગ્રથિની મર્યાદામાં રહીને પાવી સુદીર્ઘ રચના કરવા છતાં કાવ્યરસ અખલિત વહ્યો જાય છે. એમાં કર્તાની સવિધાનશક્તિને,
જુઓઃ “ત્રિભુવનદીપક પ્રબંધ', સંપાદક પં, લાલચંદભાઈ ભગવાનદાસ ગાંધી, પૃ ૬ * “ઈતિહાસની કેડી', પૃ ૨૦૭, - પંદરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્યો'