________________
૧૮૬
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ-ભાગ ૨ ત્રિભુવનદીપક પ્રબંધ' ગુજરાતી સાહિત્યનું ઉત્તમ રૂપકકાવ્ય છે. કવિએ એને પ્રબંધ તરીકે ઓળખાવ્યું છે. સામાન્ય રીતે. “પ્રબંધ” શબ્દ “કિંવદંતિ સહિત એતિહાસિક કથાના પ્રસંગેનું નિરૂપણ કરતા કાવ્યપ્રકાર માટે વપરાય છે. આ કાવ્યકૃતિમાં કોઈ ઐતિહાસિક કથાવસ્તુ લેવાયું નથી, એટલે એ દષ્ટિએ “પ્રબંધ' શબ્દ આ કાવ્યકૃતિ માટે કેટલે ઉચિત છે તે પ્રશ્ન થાય, પરંતુ આ કાવ્યમાં રાજા, રાણ, રાજકુમાર, મંત્રી, દુશ્મન રાજા, યુદ્ધ વગેરેના પ્રકારની (ભલે કાલ્પનિક) ઐતિહાસિક ઘટના જેવી ઘટનાઓનું નિરૂપણ થયું હોવાથી આ કાવ્યકૃતિને પ્રબંધ તરીકે ઓળખાવવામાં અનુચિતતા નથી એમ કહી શકાય. વળી, “પ્રબંધ” શબ્દ પિતે જ વિવિધ અર્થસંદર્ભમાં પ્રાચીન સાહિત્યમાં વપરાય છે એટલે તથા કવિના પિતાના સમયમાં તે કોઈ એક નિશ્ચિત કાવ્યપ્રકાર માટે રૂટ નહી થયે હેાય એટલે કવિએ “પ્રબંધ” શબ્દ પિતાની આ કાવ્યકૃતિ માટે વિચારપૂર્વક જ પ્રો હશે એમ કહી શકાય.
આ કાવ્યની રચના કવિએ વસ્તુ, દુહા, ચપાઈ, ધઉલ, છપઈ વગેરે છંદમાં કરી છે અને તેમાં કથાનું નિરૂપણ થયું છે તે જોતાં તેને રાસ કે પાઈના પ્રકારની કૃતિ તરીકે પણ કંઈ ઓળખાવે તે તે સ્વાભાવિક છે. એટલે આ કૃતિને કેટલીક હસ્તપ્રતોમાં “અતગ ચોપાઈ' તરીકે ઓળખાવવામા આવી છે તે પણ ચગ્ય ગણી શકાય. જેમ “ત્રિભુવનદીપક પ્રબંધ' ઉપરાંત આ કૃતિના “હ‘સવિચાર પ્રબંધ',
પરમહંસ પ્રબંધ' જેવાં નામો પ્રચલિત થયેલી છે, તેવી રીતે આ કૃતિને માટે પ્રબોધચિંતામણિ પાઈ' જેવું નામ પણ સાંપડે છે.
કવિ જયશેખરસૂરિએ “ત્રિભુવનદીપક પ્રબંધની રચના પ્રાથચિંતામણિને અનુસરીને કરી છે અને પ્રબંધચિંતામણિ”. ની રચના તેમણે કૃષ્ણમિશકૃત “પ્રધ ચંદ્રોદય’ના પ્રતિકારરૂપે * જુએ : “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ. ૪૮૭