________________
ત્રિભુવનદીપક પ્રબ ધ?
(૩૯) “પ્રબંધચિંતામણિમાં હંસરાજાની બે પત્નીએ તે સબુદ્ધિ અને અસદ્દબુદ્ધિ છે. જુઓ :
ते च सदबुद्धयसबुद्धी राजोऽभूतामुमे प्रिये । तरणित्विट तमस्विन्याविधान्योन्यममर्षणे ॥ ३६-३ ॥
કવિએ ચેતનાના પર્યાય તરીકે બુદ્ધિને બતાવી તેના સદ્દબુદ્ધિ અને અસદ્દબુદ્ધિ એવા બે ભેદ બતાવ્યા છે પરંતુ “ત્રિભુવનદીપક પ્રબંધમાં એ પ્રમાણે નથી. “ત્રિભુવનદીપક પ્રબંધમાં હંસરાજાની ચેતના રાણી જ કહી છે. જુઓ :
રાણી તાસ ચતુર ચેતના, કેતા ગુણ બોલઉ તેહના. ૧૪
(૪૦) “પ્રબોધચિંતામણિમાં પ્રવૃત્તિને બુદ્ધિની પુત્રી કહી છે. જુઓ:
सदा सन्निहिता भतुर्बुद्धिनिजनंदिनीम् ।
लोला लोलेन मनसा प्रवृत्ति पर्यणायत् ।। ३-१३३ ॥ [ ત્યારે નિરતર ભરની નજીક રહેલી ટુબુદ્ધિએ ચપલ સ્વભાવવાળી પિતાની પુત્રી પ્રવૃત્તિને ચપલ એવા મન સાથે પરણાવી.] ત્રિભુવનદીપક પ્રબંધમાં પ્રવૃત્તિ કેની પુત્રી છે તેને ઉલેખ નથી.
(૪૧) “પ્રબોધચિંતામણિમાં નિવૃત્તિને સદ્દબુદ્ધિની પુત્રી કહી છે. જુઓ :
ध्यात्वेति नितुरिष्टोऽसि त्वमित्यालाप्य मंत्रिणम् ।
निवृत्या निजनंदिन्या सद्बुद्धिरुववाहयत् ।। ३-१४२॥ [ આ પ્રમાણે વિચારીને “તું મારા સ્વામીને વહાલે છે એમ પ્રધાનને કહીને સદબુદ્ધિએ નિવૃત્તિ નામની પિતાની પુત્રી સાથે મન પ્રધાનનો વિવાહ કર્યો.] “ત્રિભુવનદીપક પ્રબંધમાં નિવૃત્તિ કેની પુત્રી છે તેને ઉલ્લેખ નથી. મ ૧૨