________________
૧૭૯
ત્રિભુવનદીપક પ્રબંધ)
કવિએ મૂળ શબ્દ “મિથ્યાદર્શન' પ્રત્યે હોય અને એના ઉપરથી ફેરફાર કરીને “મિચાદષ્ટિ” શબ્દ રાખ્યો હોય એવું સંભવી શકે નહીં. એટલે એના ઉપરથી પણ પ્રતીત થશે કે કવિએ “પ્રબોધચિંતામણિની પૂવે “ત્રિભુવનદીપક પ્રબંધ”ની રચના નહીં જ કરી હોય.
ત્રિભુવનદીપ પ્રબંધમાં કવિ જયશેખરસૂરિએ માત્ર કથાકાર તરીકે જ કાર્ય કર્યું છે એમ નહીં કહી શકાય. મહાકવિની પ્રતિભા ધરાવનાર તેમણે પિતાની અસાધારણ કવિત્વશક્તિથી વિવિધ પ્રસગાનું કવિત્વમય નિરૂપણ કર્યું છે. એમાં એમની સચોટ વર્ણન કરવાની શક્તિનાં દર્શન થાય છે.
માયારૂપી રૂડી રમણના રૂપથી હસરાજ આકર્ષાય છે ત્યારે ચેતના રાણી તેમને જે સચેત શિખામણ આપે છે તેનું કવિએ કરેલું લાઘવયુક્ત વર્ણન જુઓ : રૂડી ૨ રમણી મત્તશય ગમણું, દેશી ભૂલઉ વિહુભવ ધરું; અમૃતકુંડિ કિમ વિષ ઉછલઈ? સમુદ્ર થકી ખેહ ન નીકલઈ, સરવર માહિ ન દવ પરજલઈ, ધરણિ ભારિ શેષ ન સલસ લઈ રવિ કિમ વરિસઈ ઘેરંધાર? ઝરઈ સુધાકર કિમ અંગાર? જઈ તૂ ચૂકિસિ દેવ! વિચાર, લોકતણી કુણ કરિસિ સાર? રૂઅડી રે. ૧૮
વર્ણાનુપ્રાસ જેવા શબ્દાલકારે અને ઉપમાદિ અલંકાર સહિત કવિએ વસંતઋતુના આગમનનું કેવું સરસ નિરૂપણ કર્યું છે તે જુઓ:
ઊગમ લગઈ આકૃતિ ત અપાર. તઈ ધોરી ઝલક રજભાર તિમ ચાલે જિમ વિસંતિ મિત્ત,
ન હસતિ વસુહ માહિ જિમ અમિત ૨૧ર પણ લેજે વેલા બન્ને વિયાણિ, તિણિ ચાલ્યાં આઘી નહિ હાણિક ઈમ કહેતાં પુહતઉ રિતુ વસંત. તવ ઉઠ્ઠિલ મનમથ ધસમસત. ૨૧૩