________________
૨૯૮
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ - ભાગ ૨ આમ “પ્રબંધચિંતામણિ' કરતાં “ત્રિભુવનદીપક પ્રબંધમાં કેટલેક સ્થળે કવિએ કેટલાક નાના નાના પરંતુ ઘણું મહત્વના ફેરફાર કર્યા છે એમાંના કેટલાક મહત્ત્વના ફેરફારે તે પાનાં નામે વિશેના છે. “પ્રબોચિંતામણિ” જેવી સળંગ સુદીર્ઘ રૂપકકથાની રચના કરવામાં વિવિધ તત્તને પ્રતીકરૂપે જીવંત કપી તેમને પરર૫ર વ્યવહાર બતાવવામાં તથા વાસ્તવિક વ્યાવહારિક જગત સાથે તેને સુમેળ કરવામાં કવિની ભારે કસોટી થાય છે. પ્રતીકરૂપ પાત્રોની કથા વ્યવહારદષ્ટિએ જે સુસંગત ન હોય તે તેટલી પ્રતીતિકર થાય નહીં. “પ્રબોધચિંતામણિમાં એકસોથી વધુ જેટલાં પાત્રે આવે છે અને તે બધાને પરસ્પર સંબંધ, સગપણ વગેરે રોકવવા એ કલ્પના, બુદ્ધિ, ચાતુર્ય, વ્યવહારજ્ઞાન અને શબ્દપ્રભુત્વ માગી લે છે. નાનું રૂપક લખવું સહેલું છે, પરંતુ સળગ રૂપકકથા લખવી તે ઘણી અઘરી વાત છે. અસાધારણ કવિત્વ અને પાંડિત્ય બને હાય તો જ તે સંભવી શકે.
કવિ જયશેખરસૂરિએ “પ્રબોધચિંતામણિ” કરતાં “ત્રિભુવનદીપક પ્રબંધમાં કેટલાંક પાત્રોના નામે જે રીતે બદલાવ્યાં છે તેમાં પણ તેમની સૂકમ કવિત્વદષ્ટિ અને ઔચિત્યબુદ્ધિનાં દર્શન થાય છે. કવિએ એમાં જે ફેરફાર કરેલા છે તે ઉપરથી પણ જોઈ શકાય છે કે એમણે પ્રથમ “પ્રબંધચિંતામણિ”ની રચના કરી હશે અને ત્યાર પછી “ત્રિભુવનદીપક પ્રબંધ'ની રચના કરી હશે. એમણે કરેલા ફેરકારમાંથી કેટલાક ફેરફારના સુકમ ઔચિત્યને વિચાર કરતાં આ વાતની પ્રતીતિ થશે ઉદાહરણ તરીકે “પ્રધચિંતામણિમાં મોહના પ્રધાનનું નામ “મિચ્યાદષ્ટિ આપવામાં આવ્યું છે જયારે “ત્રિભુવનદીપક પ્રબંધમાં તેનું નામ “મિથ્યાદર્શન આપવામાં આવ્યું છે. “મિથ્યાદષ્ટિ અને મિથ્યાદર્શન અને શબ્દ એકબીજાના લગભગ પર્યાય જેવા છે. તેમ છતાં મોહના પ્રધાનના નામ તરીકે નારીજાતિવાચક “મિથ્યાદષ્ટિશબ્દ કરતા મિથ્યાદર્શને જે શબ્દ વધુ ઉચિત ગણાય.