________________
ત્રિભુવનદીપક પ્રબંધ
૧૬૯ આમ ત્રિભુવનદીપક પ્રબંધ' ૪૩૨ કડીમાં એટલે કે લગભગ ૯૦૦ પંક્તિમાં લખાયેલી કાવ્યકૃતિ છે. ઉપરનાં કેટલાંક મહતવનાં ઉદાહરણે પરથી જોઈ શકાય છે કે એકથી વધુ કાવ્યપંક્તિઓમાં કવિ “ત્રિભુવનદીપક પ્રબંધની રચના કરતી વખતે પ્રબોધચિંતામણિની પક્તિઓને અનુસરે છે. બે જુદી જુદી ભાષામાં એક જ વિષયની પોતાની બે કૃતિઓની રચના કરવાની હોય છે તેવા સર્જક માટે આમ થવું સવાભાવિક છે. ત્રિભુવનદીપક પ્રબંધ'ની રચનામાં કવિને આશય જેમ “પ્રાથચિંતામણિને માત્ર અનુવાદ કરવાને નથી, તેમ “પ્રબંધચિંતામણિ કરતાં તદ્દન નિરાળી કૃતિની રચના કરવાને પણ નથી એટલે દેખીતી રીતે પ્રથમ કૃતિની છાયા બીજી કૃતિમાં સ્થળે સ્થળે રહેલી હોય. આમ છતાં સમગ્રપણે બને કૃતિઓની તુલના કરતાં એવું જણાય છે કે જેમ ઉપર આપેલા કેટલાંક ઉદાહરણેમાં કવિ જયશેખરસૂરિ મૂળ કૃતિને ચુસ્તપણે અનુસરે છે, તે પ્રબંધચિંતામણિ” કરતાં “ત્રિભુવનદીપક પ્રબંધમાં કેટલાક -સુગ્ય ફેરફાર પણ કર્યા છે, અને કયાંક મૂળ કૃતિની શબ્દ છાયા -ઝીલવામાં ક્રમ પણ બદલાયે છે.
પ્રધચિંતામણિ સુદી કૃતિ હોવાને કારણે એમાં પાત્ર અને પ્રસંગોની વિપુલતા હોય એ દેખીતું છે. “ત્રિભુવનદીપક પ્રબંધ માં રૂપકકથા “પ્રબંધચિંતામણિ' કરતાં સંક્ષેપમાં નિરૂપાયેલી છે એટલે આ બને કૃતિઓને સરખાવતાં કેટલાક ફેરફાર જણાય છે:
કઈ કઈક સ્થળે “પ્રબોધચિંતામણિમાં સવિસ્તર વર્ણન છે તે “ત્રિભુવનદીપક પ્રબંધમાં કાં તે નથી થયું અથવા સંક્ષેપમાં કરવામાં આવ્યું છે.
ઉદાહરણ તરીકે, “પ્રબોઘચિંતામણિમાં આરંભમાં વર્ણવ્યા પ્રમાણે આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુના ધર્મરુચિ નામના શિષ્યને કેઈક ગામમાં કેવળજ્ઞાન ઉત્પન થશે ત્યારે તે ગામને રાજા એમના અતિશ જોઈ ને એમને પ્રશ્ન કરશે કે “આપ કોણ