________________
૧૭૦
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિભાગ ૨ છે? ક્યાંથી આવે છે?”—વગેરે. આ પ્રસંગ “પ્રધચિંતામણિ ના બીજા અધિકારમાં વર્ણવવામાં આવ્યું છે, પરંતુ તેને કોઈ નિર્દેશ ત્રિભુવનદીપક પ્રબંધમાં થયો નથી, તે બીજી બાજુ “ત્રિભુવનદીપક પ્રબંધમાં છે તેવું પ્રબંધચિંતામણિમાં નથી. ઉદાહરણ તરીકે જુઓ :
નાહ એ કિમ નૃસિ? એ મનિ માલિસિ બ્રિતિ, નાઈ સિંહ કિરડઇ, મયગલ-ઘડ-ભજજતિ;
જે હું સમરગણિ મિડિસુ તે સદ્ધ તુઝ પસાઉ. ૨૦૮
આ ઉપરાંત “પ્રબોધચિંતામણિ” અને “ત્રિભુવનદીપક પ્રબંધમાં બીજા જે સંખ્યાબંધ નાના નાના ફેરફાર જોવા મળે છે તે નીચે. પ્રમાણે છે:
(૧) “પ્રબોધચિંતામણિમાં વિમલબોધની પુત્રીનું નામ “તત્વરુચિ” છે, જ્યારે “ત્રિભુવનદીપક પ્રબંધ” પ્રમાણે એ નામ સુમતિ છે. નિવૃત્તિના પુત્ર વિવેકની બે પત્નીના નામ “પ્રબંધચિંતામણિ પ્રમાણે તરવરૂચિ અને સંયમશ્રી છે, પરંતુ ત્રિભુવનદીપક પ્રબંધમાં વિવેકની બે પત્નીનાં નામ અનુક્રમે સુમતિ અને સંયમશ્રી છે. જુઓ :
રાણ સુમતિ ખરઉ અનુરાગુ,
જેઠઉ બેટ તસુ વઈરાશુ. ૧૯ (૨) “પ્રબંધચિંતામણિમાં વિમલબેની પત્નીનું નામ “સન્માગણા” જણાવ્યું છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં વિમલબોધની પત્ની એને કોઈ નિર્દેશ જોવા મળતા નથી.
(૩) “પ્રબંધચિંતામણિમાં મહારાજાની પત્નીનું નામ “જડતા” છે, જ્યારે “ત્રિભુવનદીપક પ્રબંધમાં તેનું નામ “દુર્મતિ” આપવામાં આવ્યું છે. જુઓ :
મોહનઈ રાણી દુર્મતિ નામ, બેટઉ બલવંત, જેઠઉ કામ, ૬૩ રાગદ્વેષ બે બેટા લય, નિદ્રા, અતિ, મારિ એ પૂ. ૬૪